વાંસદા ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા શાખા નો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

0
139

વાંસદા ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા શાખા નો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો જેમા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સ્વયસેવકો જોડાયા હતા આ કાર્યક્રમ માં સંઘ ના ગુરુ સમાન પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પ્રથમ વક્તા દ્વારા પુજન કરવામા આવ્યુ ત્યાર બાદ સ્વયસેવકો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને સમર્પણ કરવામા આવ્યુ હતું

વક્તા તરીકે રાષ્ટ્રિય સ્વયસેવક સંઘના નવસારી જિલ્લામાં થી પધારેલા જિલ્લા ટોલી ના સદસ્ય એવા શ્રી પ્રકાશભાઈ તોલબીયા એ ભગવા ધ્વજ ના ત્યાગ અને બલીદાન વીશે સમજ આપી હતી અને સંઘે વ્યક્તી તરીકે કોઈ ને ગુરુ ન માનતા પરમ પવિત્ર ભગવા ધ્વજ ને ગુરુ તરિકે અકીત કરવાની ભાવના સમજવામાં આવી ત્યાગ શૌર્ય અને બલિદાન વીશે સમજાવા આવ્યા હતા કાર્યક્રમ મા વ્યક્તિ ગીત અમૃત વચન તેમજ સામુહીક ગીત રજુ કરવામાં આવ્યુ હતા કાર્યક્રમ મા વાંસદા તાલુકા કાર્યવાહ દિવ્યેશ પટેલ સહ કાર્યવાહી દીપક પ્રજાપતી તેમજ નવસારી ડાંગ ગ્રામિણ વિકાસ ના સંયોજક જશ વતભાઈ દેવરે તેમજ જિલ્લા બાલ વિકાસ પ્રમુખ સંજય ભાઈ આયુષ ચૌધરી, નટુભાઈ ભગવાન ચાવડા કીરણ પારેખ આર્યન પટેલ દીનેશ સોની દર્શન મોરે વાંસદા શાખા ના તમામ કાર્યકરો અને અન્ય સંગઠનો ના કાર્યકર્તા તેમજ વાંસદા ના પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પુજન કર્યુ હતું

અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here