શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરાયા.

0
236

વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન એવોર્ડ એનાયત સમારોહ- 2023 કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદાના પ્રાર્થના હોલમાં જિલ્લા શિક્ષણાધકારી નવસારી ડો. રાજેશ્રીબેન ટંડેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.વર્ષ 2022 23 માં શૈક્ષણિક અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને વર્ષ 2023 24 ની શરૂઆતમાં એવોર્ડથી સન્માનિત કરી આવનાર વર્ષ 2023 – 24 ના વિદ્યાર્થીઓને માટે પ્રેરણા મળી રહે એવા ઉમદા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો .
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ થી સ્વાગત કેળવણી મંડળના હોદ્દેદારોએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રોફીના દાતા સિરીષભાઈ પવાર તરફથી તમામ વિજેતાઓને ટ્રોફી આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમારે મહેમાનોને શાબ્દિક સ્વાગત કરી તેમજ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા શિક્ષણાધકારી નવસારી ના ડો. રાજેશ્રીબેન ટંડેલ સિરીષભાઈ પવાર વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પંચાલ, મંત્રી ધર્મેશભાઈ પુરોહિત ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી, ટ્રસ્ટી મુકેશભાઇ પાનવાલા, ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી, કારોબારી સભ્ય પ્રદ્યુમનસિંહ સોલંકી, અંબરીષસિંહ વાસદિયા, દિનેશભાઈ ભાવસાર, કમલેશભાઈ ઉપાધ્યાય રોહિતભાઈ દેસાઈ પીપલખેડ હાઇસ્કુલ આચાર્ય દર્શનભાઈ દેસાઈ , ભરતભાઈ નાયક તેમજ પ્રાથમિક વિભાગ અને ઇંગ્લીશ એકેડમીના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા . આંમત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને એવોર્ડ અને રોકડ પુરસ્કાર એનાયત કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરક પ્રસંગો દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે ધીરજ રાખી ખંતથી સાતત્યપૂર્વક નિરાશ થયા વગર ધ્યેય પ્રાપ્તિ સુધી મહેનત કરતા રહેશો તો અવશ્ય નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરી શકશો.

DREAMS અને GOAL વિશે નો તફાવત સમજાવી ખુબ સરસ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય દર્શનભાઈ દેસાઈ એ એમના ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ ક્ષેત્રે આગળ વધવા અનેરો ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડી કારકિર્દીના નવા અભિગમનો ખૂબ જ સુંદર વાતો કરી હતી. તમામ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મુકેશભાઈ પાનવાલા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
તેજસ્વી વિદ્યાર્થીની પરીસી મુકેશ પાનવાલા એ જણાવ્યું કે હું જીવનમાં Financial Risk Manager બનવાની ઇચ્છા રાખું છું. અને આ એવોર્ડથી હું ખૂબ ખુશ છું. મારી પાછળ મહેનત કરનાર તમામ શિક્ષકો અને મારા માતા -પિતાનો આભાર વ્યક્ત કરું છું.

આભાર વિધિ શાળાના સુપરવાઇઝર શ્રીમતી મમતાબેન પટેલે કરી હતી. સમગ્ર સંચાલન વિનોદભાઈ કટારીયા અને નિમિષાબેન ટંડેલ કર્યું હતું.

અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here