વાંસદા તાલુકાના રવાણીયા ગામે તારીખ ૧૦ જૂન ૨૦૨૩ના રોજ લાભાર્થી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઇ શાહએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયેલ યોજનાના લાભ છેવાડાના માનવી સુધી મળેલ છે તેની યાદ તાજી કરાવી હતી.
ગુજરાત પ્રદેશ એસ ટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલે જણાવ્યું કે, ભાજપની સરકારમાં કોઈ પણ વચેટિયા વગર છેવાડાના માનવી સુધી અનેક લાભો મળ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લાના મહામંત્રી ડો. અશ્વિનભાઈ પટેલ, ગણપતભાઈ માહલા, વિરલભાઈ વ્યાસ, વાંસદા બીજેપી પ્રમૂખ મુકેશભાઇ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, મહામંત્રી સંજય બિરારી, મહામંત્રી રાકેશ શર્મા અને જિલ્લા પંચાયત તાલુકાપંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકનું સંચાલન મહામંત્રી સંજય બિરારીએ કર્યું હતું અને આભાર વિધિ મહામંત્રી રાકેશ શર્માએ કરી હતી.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા