વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન (BAIF) ખાતે સજીવ ખેતી જાગૃતિ શિબિર યોજાઈ.
નવસારી કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયું.
……….

0
273

વાંસદા તાલુકાના લાછકડી ગામે
BAIf વૃંદાવનના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોના હિતમાં સજીવખેતી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામના ખેડૂતો, સંસ્થાના શરૂઆતના અનુભવી કર્મચારી,સંસ્થાના તમામ હાલના કર્મચારી, તથા વસુંધરા મંડળીના પ્રતિનિધિઓ, નવસારી યુનિવર્સિટીના અધિકારી, વસુધારા ડેરીના ચેરમેન, તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમની શરૂઆત ર્ડો. સ્વ. મણીભાઈ દેસાઈની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવેલ.
…………

મહાનુભાવો દ્વારા જણાવ્યું કે આ બાયફ સંસ્થાની શરૂઆત સ્વ. ર્ડો. મણીભાઈ દેસાઈ દ્વારા 1985 મા વસુંધરા મંડળીની શરૂઆત લાછકડી ગામેથી કરી આજુબાજુના વાંસદા તાલુકામાં આંબા અને કાજુનો વાડી પ્રોજેક્ટ ખેડૂતોને આદિવાસીનો સમાજ વર્ગ ખેતીમાં આગળ આવે તે ઉદ્દેશ્ય  થી કરવામાં આવ્યું હતું અને વાસુધરા દૂધ ઉત્પાદક આલીપોર ડેરીને પણ શરૂ કરવા  મુખ્ય સ્વ. મણીભાઈ દેસાઈનો ફાળો છે. હાલ ત્રણ જિલ્લા વલસાડ, ડાંગ, અને નવસારી જિલ્લા આવરી લેવાયેલ છે જે વારસીક 1200 જેટલી ડેરીનું 1900 કરોડ ટર્ન ઓવર થાય છે જે આદિવાસી સમાજ પશુપાલન કરી જીવન ગુજારી મહિલાઓ ઘર સંચાલન કરે છે. તેમજ બાયફ સંસ્થા દ્વારા જે શરૂઆત આંબા કલમનો ઉછેર અને એને બનાવવાની પદ્ધતિ સૌ પ્રથમ લાછકડી ગામના સ્વ. પરુભાઈને ટ્રેનિંગ આપી 2000 કલમ બનાવી એની શરૂઆત કરાઈ હતી જે આજે વાંસદાના ખેડૂતોનું જીવન ધોરણ ખુબજ ઉચ્ચ આવ્યું છે હાલ કેરીમાંથી અથાણું અને રસ નો ઉપયોગી ખુબ આ સંસ્થાથી પ્રખ્યાત છે. જેથી ત્યાંના લોકોને રોજગારી ખુબજ પ્રમાણમાં મળી રહે છે. અને હવે રાસાયણિક ખેતીમાં જીવનું જોખમ હોવાથી ખેડૂતોને વર્મી અળસીયાનું ખાતર અપનાવવા સલાહ સૂચન કર્યું હતું.NCDC ગાંધીનગર દ્વારા 25000/ ચેકનો એવોડ પણ હાલ આ બાયફ ને મળેલ છે. આદિવાસી નું શોષણ આ બાયફ સંસ્થા થકી અટકેલ છે તેવું પણ જણાવ્યું હતું. અને પ્રકાશભાઈ નાયક દ્વારા રજૂઆત કરાઈ હતી કે મજુર મટી માલિક બનો ખેડૂતો દેવુદાર ન બને મન હોય તો માળવે જવાય અને આંબા કલમને વધારે માન્યતા મળે તેવી અપીલ કરી હતી અને ખેડૂતો સમૃદ્ધિ કરી પ્રગતિ કરે તેવું જણાવ્યું હતું.
………

લાછકડી ગામે ખેતીલક્ષી ખેડૂત મિટિંગમાં શ્રીમાન વી. બી. દયાસા સાહેબ, વસુધારા ડેરી ચેરમેન ગમનભાઈ કે. પટેલ,ર્ડો. સી. કે. ટીમ્બડીયા, તાલુકા પ્રમુખ શાંતુભાઇ,હસમુખભાઈ ખારેચા,શ્રીમતિ પ્રફુલાબેન દેસાઈ,અભિષેક પાંડે, ઘોડમાળ  બાબનભાઈ, ચોંઢાના સીતારામ ગવળી હાલ અમેરિકા નિવાસી અને આદર્શ ગામ બનાવવા મુખ્ય ફરજ બજાવતા પ્રકાશ ભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતાં જયારે બારૂકભાઈ એ આભાર વિધિ વ્યક્ત કરી હતી.

અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here