વાંસદા વણારસી ગામ ના હનુમાનફળિયા માં 27 નવેમ્બર ના રોજ કાલ ભૈરવ જયંતિ , અષ્ટમી ની ઉજવણી માં સર્વ ભક્તો ને આમંત્રણ : મંદિરના ઉપાસક રંજનબેન

0
226

:ગ્રંથમાં 8 સ્વરૂપના ભૈરવનો ઉલ્લેખ, તેમની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે

નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાલ ભૈરવની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે

શનિવાર, 27 નવેમ્બરના રોજ કાલ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે.

આ દિવસે કાલ ભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાલ ભૈરવનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથમાં છે. શિવ પુરાણ પ્રમાણે, કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. વામન પુરાણ પ્રમાણે, ભગવાન શિવના રક્તમાંથી આઠ દિશામાં અલગ-અલગ રૂપમાં કાલ ભૈરવ પ્રગટ થયા હતા. આ આઠમાં કાલ ભૈરવ ત્રીજા હતા. કાલ ભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે.

ઉજ્જૈનના કાલ ભૈરવને દારૂ ચઢાવવામમાં આવે છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલ ભૈરવનું પ્રાચીન મંદિર સ્થિત છે. અહીં કાલ ભૈરવની ચમત્કારી મૂર્તિ સ્થાપિત છે. આજે પણ કાલ ભૈરવને દારૂ પીવડાવવામાં આવે છે. તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે. તે પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે. થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઇ જાય છે. આ ચમત્કાર અહીં આજે પણ જોવા મળી શકે છે.

અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here