ફીટ ઇન્ડિયા મુવ્મેન્ટ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય નો ડાંગ જિલ્લામાં ડૉ. અર્જુન સિંહ રાણા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો

0
239

Aદશેરાના દિવસે હિન્દુ સામ્રાજ્ય વિજય દિવસ અસત્ય પર સત્યનો વિજય  અધર્મ પર ધર્મનો વિજય એવા પાવન દશેરા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વઘઇ તાલુકાના પીંપરી ગામે કળશ યાત્રા કરી ડાંગ નાં રિત રિવાજ પ્રમાણે તિલક કરી સ્વાગત કર્યું હતું.
સાંજે 7:00 કલાકે રાવણ દહન કાર્યક્રમ મુખ્ય અતિથિ વિશેષ પદે *ડૉ.અર્જુનસિંહ* *રાણા* *કુલપતિશ્રી સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના  તેમજ  ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોડલ બ્રાન્ડ એમ્બેસેટર  ઓફિસર , ફીટ ઇન્ડિયા મુમેન્ટ ગુજરાત રાજ્ય* તેમજ
હિન્દુ યુવા વાહિની દક્ષિણ ગુજરાત,  આયોજિત કબડ્ડી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 44 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જે વલસાડ , વાપી, સુરત, તાપી, ભરૂચ, નવસારી તથા ડાંગ ને અડીને આવેલ મહારાષ્ટ્રનાં સુરગાણા , કલવણ અને નાશિક યુવા કબડ્ડી પ્રેમીઓ પધાર્યા હતા. આ કબડ્ડી સ્પર્ધાને સફળ  બનાવવા માટે મુખ્ય અતિથિ વિશેષ શ્રીમાન *ડૉ.અર્જુનસિંહ* *રાણા* *કુલપતિશ્રી સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના  તેમજ  ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોડલ બ્રાન્ડ એમ્બેસેટર  ઓફિસર , ફીટ ઇન્ડિયા મુમેન્ટ ગુજરાત રાજ્ય* તથા તેમની નિષ્ણાંત ટીમ ડોક્ટર જેઠવા સર અને ડૉ. અરવિંદ સર અને સ્ટાફ મિત્રો ગાંધીનગર, વિશેષ તહ હિન્દુ યુવા વાહિની દક્ષિણ ગુજરાતના શ્રી પંડિત સંપૂર્ણનંદ તિવારી, અમારા લોકલાડીલા  હર્ષુ પંડ્યા, શ્રી વિકાસ આહીર, સાજન ભાઈ ભરવાડ, શૈલેન્દ્ર મિશ્રા, શ્રીમાન યાદવ, ગામમાં પ્રથમ નાગરિક સરપંચ શ્રી હેમંતભાઈ, પૂજ્ય સત્યવાનજી સ્વામી, અને પ્રયોસા પ્રતિષ્ઠાન સંસ્થાના પુજ્ય પીપી સ્વામીજી, સાધ્વી યશોદા દીદી, ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા તેમના ચુંટાયેલા સભ્યશ્રીઓની ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષમાં આ કાર્યક્રમ ને દિપાવવા માટે પૂજ્ય સંત શ્રી કપિલ જીવનદાસ સ્વામીજી, પૂજ્ય રાધાસ્વામીના  આશિષ વચન આપી સંપૂર્ણ યુવાવર્ગને આશીર્વાદ આપ્યા.
કબડ્ડીની પ્રથમ ઇનામ 15 હજાર રોકડ પુરસ્કાર ટ્રોફી અને ટીશર્ટ પીપરી, બીજું ઈનામ  વૈદરાજ sports -A સાત હજાર રોકડ પુરસ્કાર ટોફી અને ટીશર્ટ.
ત્રીજુ ઇનામ ગોટયા માળ 3000 અને ટ્રોફી
ચોથો ઇનામ કલવણ  1111, આ કાર્યક્રમ સંપૂર્ણ રૂપરેખા લોકનાથ યાદવ હાથ ધરી હતી તેમજ ટીશર્ટ અને કોફીના સ્પોન્સર વ્યોમ સ્પોર્ટ્સ વ્યારા પ્રજ્ઞેશભાઈ ગામીત સહયોગ રહ્યો. *ભારતીય જન સેવા સંસ્થાના* બાળકો દ્વારા કંઠે હનુમાન ચાલીસા અને સ્તુતિનું પઠાણ તેમજ શ્રી પંથ દ્વારા સુંદર ભજન સંપૂર્ણ કાર્યક્રમ માં યશ તેમજ સંકલન ગ્રામજનો અને હિન્દુ યુવા વાહિની આયોજક ફાળે જાય છે.

અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here