મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો છે.વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરની કમિટીએ સોમવારે દેવીને 5.16 કરોડની ચલણી નોટોનો શણગાર કર્યો છે. નોંધનીય છે કે 4 વર્ષ પહેલા જ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજિત 11 કરો રૂપિયા હતો. નલ્લોર શહેરી વિકાસ પ્રધિકરણના અધ્યક્ષ અને મંદિર કમિટીના સદસ્ય મુકકલા દ્વારકાનાથે જણાવ્યું કે, આ મંદિર 130 વર્ષ પ્રાચીન છે.વધુમાં જણાવ્યું કે ભક્તોના સહયોગથી દેવીને 7 કિગ્રા સોનુ અને 60 કિગ્રા ચાંદીથી સુશોભિત કરવામાં આવશે. હાલમાં અંદાજિત 100થી વધુ સ્વયંસેવકો દશેરાના પર્વને લઈ અહીં કામ કરી રહ્યા છે.મંદિરની સજાવટમાં રૂપિયા 10થી લઇ 2,000ની રંગ બેરંગી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટથી જ ગુલદસ્તા, ફૂલ અને ઝાલર વગેરે વસ્તુઓ બનાવવામાં આવી છે.
અમિત મૈસુરીયા