વાંસદા નગરમાં જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ હિન્દૂ યુવા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા અનેક સંગઠનો અને હિન્દુ સમાજએ ગાંધીમેદાન ખાતે સરદાર વલ્લભભાઈ ના પૂતળા ના આગળ આંતકવાદી નું પૂતળું ઉભી રાખી વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાન- આતંકવાદ મુર્દાબાદ,પાકિસ્તાન હાય હાય ,સેના કે સમ્માન મેં ,હર હિન્દૂ મેદાન મેં, ના નારા લગાવ્યા હતા. જેમાં ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ વાંસદા ,હિન્દૂ યુવા સંગઠન વાંસદા,હિન્દૂ યુવા વાહીની,અગ્નિવીર ટિમ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા, બજરંગ દળ, તથા બહોળી સંખ્યામાં સૌ ભક્તો હાજર રહ્યા હતા.
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ