વાંસદા તાલુકા વિસ્તારમાં વોટર-એટીએમ પ્રોજેકટને કાર્યરત કર્યા બાદ પણ પ્રજાને કોઈ લાભ સાબિત થઈ શક્યો નથી. ૪,૯૯,૦૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન !

0
185

— કેટલાક વોટર મશીન ચાલુ હોય તો પણ ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય પ્રજા માટે સંચાલન કેવી રીતે કરી પાણી પીવું તે પણ ખબર નથી માટે જેતે વિસ્તારમાં પંચાયત કર્મચારી સંચાલન કરવા વોટર એટીએમ મશીન પાસે મુકવા લોકો ની માંગ પણ ઉઠી રહી છે “………………

——————————– “-સિકકો નાખતાં જ ડિજિટલ વોટર-એટીમ એ મશીનમાંથી પાણી મળી રહેવાની જાહેરાત દર્શાવતા એટીમ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. “

( એક બે હજાર નું નથી મશીન એક મશીન ૪,૯૯,૦૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન ! )


વાંસદા તાલુકાના વિવિધ સ્થળે જિ.પં.નવસારીના ૧૫-મું નાણાંપંચ ૨૦૨૧-૨૨ હેઠળ મુકવામાં આવેલ વોટર-એટીએમ મશીનો નું તંત્રના પાપે ટૂંક-સમયમાં જ શુદ્ધ પાણીના પ્રોજેકટનો લાભ લોકો ને મળવા પહેલાં જ યોજના નિષ્ફળ જવા પામી છે ત્યારે પ્રજાના રૂપિયાનો આ પ્રકારે થતો વ્યય અટકાવવાની માંગ ઉઠી રહી છે લોકઉપયોગ માટે મુકાયેલ વોટર-એટીએમ બંધ હાલતમાં નજરે પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાંસદા મુખ્ય મથકે બે જેટલા વોટર-એટીએમ મૂકાયા છે ગ્રા.પં.પાસે અને બીજો ગાંધીમેદાન સામે હાટ બજારમાં આવતી સામન્ય પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ગાર્ડનની બાજુમાં વોટર એટીએમની યોજના તરતી મૂકાઈ હતી

જી.પંચાયત તે પ્રોજેકટની શરૂઆત કરતા ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેના વાંકે ભીનાર જાનકીવન ઉનાઈ માતાજી મંદિર અજલગઢ સહિત જેવા વિસ્તારો આવતા સહેલાણીઓ તેમજ જાહેર જનતા ને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જી.પંચાયત ૧૫માં નાણાંપંચ માંથી ૨૦૨૧-૨૨ અંતર્ગત ૪,૯૯,૦૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન મૂકવામાં આવેલ છે તે છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહ્યા છે કુલ પાંચ,જેટલા વોટર-એટીએમ મશીનોની ફાળવણી કરીને જી.પં.વોટર-એટીએમ યોજના તરતી મુકતા બીજી તરફ આ ડિજિટલ વોટર એટીએમ મશીન જોઈને નગરજનો પણ નવાઈ માં મુકાઈ જવા પામ્યા હતા


સિક્કો નાખતાં જ મશીનમાંથી પાણી મળી રહેવાની જાહેરાત દર્શાવતા વોટર-એટીમ હાલ કેટલાક ઠેકાણે રૂબરૂ તપાસ કરતા વોટર એટીએમ બંધ હાલતમાં મળી આવ્યા હતા ત્યારે તંત્રની બેદરકારીના કારણે આ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી શક્યું નથી


લોકો ને શુદ્ધ પીવાનું પાણી પૂરી પાડવાના આશ્રય થી મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીનો છેલ્લા ઘણા સમયથી તંત્રના પાપે સમગ્ર પ્રોજેક્ટ નિષ્ફળ જાય ત્યારે નગરજનો માટે તાલુકા મથકે એટીએમ વોટર પ્રોજેકટને કાર્યરત કર્યા બાદ પણ પ્રજાને કોઈ લાભદાયી સાબિત થઈ શક્યો નથી જિ.પં.દ્વારા શરૂ કરાયેલો પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે હજુ જો આ પ્લાન્ટ શરૂ કરવામાં વિલંબ કરાય તો ધુળ ખાધેલા પ્લાન્ટમાં સમય જતાં મેઈન્ટેન્સ કરવું પડે તો નવાઈ ની વાત નથી ત્યારે સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે
સામાન્ય પ્રજાને શુદ્ધ પીવાનું પાણી ઓછી કિંમતે મળી રહે તે માટે જાહેર સ્થળ પર મુકાયેલ વોટર એટીએમ મશીન માંથી ૫૦૦, મિલી લીટરથી લઈને ૨૦, લીટર સુધી પાણી મળી રહેતું હોય છે ૫૦૦ મિલી લીટરની કિંમત ૧ રૂપિયો છે જ્યારે ૧,લીટર પાણીની કિંમત ૨, રૂપિયા, ૧૦, લીટર પાણી માટે ૫ રૂપિયા અને ૨૦ લીટર પાણી માટે ૧૦ રૂપિયા કિંમત રાખાઈ હોવાનું જાહેરાત કરતું આ આ ડિજિટલ વોટર એટીએમ પર લગાવવામાં આવેલા ભાવ પ્રમાણે અહીં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી ટેક્નોલોજી ગોઠવાઈ છે તેમ છતાં પીવાનું શુદ્ધ પાણી લોકોને મળ્યું નથી..


સામાન્ય પ્રજાને શુદ્ધ પીવાનું પાણી ઓછી કિંમતે મળી રહે તે માટે જાહેર સ્થળ પર મુકાયેલ વોટર એટીએમ મશીન માંથી ૫૦૦, મિલી લીટરથી લઈને ૨૦, લીટર સુધી પાણી મળી રહેતું હોય છે ૫૦૦ મિલી લીટરની કિંમત ૧ રૂપિયો છે જ્યારે ૧,લીટર પાણીની કિંમત ૨, રૂપિયા, ૧૦, લીટર પાણી માટે ૫ રૂપિયા અને ૨૦ લીટર પાણી માટે ૧૦ રૂપિયા કિંમત રાખાઈ હોવાનું જાહેરાત કરતું આ આ ડિજિટલ વોટર એટીએમ પર લગાવવામાં આવેલા ભાવ પ્રમાણે અહીં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી ટેક્નોલોજી ગોઠવાઈ છે તેમ છતાં પીવાનું શુદ્ધ પાણી લોકોને મળ્યું નથી..

અમિત મૈસુરીયા —– દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here