વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે ચૂંટણી જંગમાં ભાજપનો પરાજય થવા પામ્યો . જેના પડઘા શરૂ થયા અને ભાજપના હોદેદારો દ્વારા રાજીનામાં ધરવાની શરૂઆત થઈ .જે પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માં નિષ્ફળ જતાં રાજીનામું આપવાની હિંમત દાખવી શિવેન્દ્ સિંહ સોલંકી એ આપ્યું રાજીનામું
પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા વિધાનસભા બેઠક કબજે કરવાનો ભાજપના બીજા હોદેદારો પણ જવાબદાર છે.તેમના દ્વારા મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અને લોકનેતા અનંત પટેલ સામે ભાજપના ઉમેદવારને જંગી લીડથી પરાજયનો સામનો કરવો પડ્યો અને અનંત પટેલ ની જીત થઈ
વાંસદા તાલુકા ભાજપ સંગઠનના બીજા હોદ્દેદારો પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માં નિષ્ફળ જતાં , પોતાની ભૂલ સ્વીકારી રાજીનામુ ધરસે કે હોદ્દો ટકાવી રાખવાના પ્રયાસો કરશે પરંતુ રાજીનામું આપવા માટે પણ હિંમત ની જરૂર હોય છે ,એ હિંમત કોણ દાખવશે?એ હવે જોવાનુ રહ્યું.
TODAY 9 SANDESH NEWS