આંબાવાડી જીનોરા વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં માં ભાજપના પેજ પ્રમુખોની બેઠક યોજાઈ

0
238

વાંકલ..
માંગરોળ તાલુકાની નાની નરોલી જીલ્લા પંચાયત બેઠક મા આવતા આંબાવાડી ઝીનોરા,વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં બુથ ના પેજ પ્રમુખો ની બેઠક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી ઉપરોક્ત બેઠકમાં ચુંટણી લક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું

હાલ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા બુથ લેવલે સંગઠન લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આંબાવાડી તાલુકા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ચાર જેટલા ગામો માં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત પેજ પ્રમુખોની બેઠકમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, સુરત જીલ્લા ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશભાઇ ઞામીત.વાંકલ તાલુકા પંચાયત સભ્ય ડૉ.યુવરાજસિંહ સૉનારીયા. જીલ્લા કિસાન મોરચા ના ઉપ પ્રમુખ ઇન્દ્રિશભાઇ મલેક અને તાલુકા પંચાયત નાં સંયોજક શૈલેષભાઇ મૈસુરીયા, કંસાલી ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત, કરમાભાઈ ગામીત, વેરાકુઈ ગામ ના આગેવાન મહેશભાઈ ગામીત સહિતના સંગઠનના આગેવાનો અને તે જ પ્રમુખો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ: વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here