News

આહવા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાશે;ડાંગ જિલ્લામા વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનુ ભૂમિ પૂજન અને ખાત મુહર્ત કરાશે,

દિવાળી તહેવાર નિમિત્તે ડાંગ કલેક્ટરશ્રીનુ જાહેરનામુ

“વિશ્વાસ થી વિકાસ યાત્રા” જિલ્લો ડાંગ

ડાંગ જિલ્લામા વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનુ ભૂમિ પૂજન અને ખાત મુહર્ત કરાશે;

કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિત રહેશે;

“વિશ્વાસ થી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ ડાંગ જિલ્લાના આહવા ખાતે સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજ ખાતે યોજાનાર છે. જે સંદર્ભે કલેકટર કચેરીના સભાખડમા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષતામા કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમ અંગે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

કલેકટર કચેરી આહવા ખાતે યોજાયેલ બેઠકમા અધિક નિવાસી કલેકટર શ્રી પી.એ.ગાવિત, પ્રાયોજના વહીવટીદાર શ્રી જે. ડી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, પાણી પુરવઠા અધિકારી શ્રી હેમંતભાઈ ઢીમર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવાળી તહેવાર નિમિત્તે ડાંગ કલેક્ટરશ્રીનુ જાહેરનામુ;

ડાંગ જીલ્લામા ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા વપરાશ ઉપર નિયમન અંગેનુ જાહેરનામુ;આહવા: તા: 20: આગામી દિવાળીના તહેવાર દરમ્યાન ફોડવામા આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેરજનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ડાંગ જીલ્લામા ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા વપરાશ ઉપર નિયમન અંગે ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.

ડાંગ જિલ્લા કલેકટરશ્રી ધર્મેન્દ્રસિંહ.જે.જાડેજા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (યુ) અન્વયે સમગ્ર ડાંગ જિલ્લાના હદ વિસ્તારમા નીચે મુજબના કૃત્યોનુ ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાન કરવામા આવેલ છે.

જે અંતર્ગત (૧) દિવાળીના તહેવારો દરમ્યાન ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. (૨) ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવે છે, આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૩) સીરીઝમાં જોડાયેલા ફટાકડા (Joint firecrackers,Series crackers or Laris) થી મોટા પ્રમાણમા હવાનુ પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ તથા ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, વેચાણ કરી શકાશે નહી કે ફોડી શકાશે નહી. (૪) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ.સુપ્રિમકોર્ટનાં તા. ૨૩/૧૦/૨૦૧૮ નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. (૫)ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન કોઈપણ પ્રકારનાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહી. (૬) ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૭) હાનિકારક ધ્વનિ સ્તર (૧૨૫ ડેસીબલ યુનિટ અથવા ૧૪૫ ડેસીબલ (સી) પી.કે. થી ઓછો અવાજ પેદા કરે) તેવા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના બોક્સ પર “પીઇએસઓ સુચના પ્રમાણેનુ” માર્કિંગ હોવુ જરૂરી છે. (૮) હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યા કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. (૯) વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત ઘોષિત થયેલ છે. જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી કે ફોડી શકાશે નહી. (૧૦) કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન) નુ ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.

આ જાહેરનામાનો અમલ તા.૨૨/૧૦/૨૦૨૨ થી તા. ૨૬/૧૦/૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામા આવશે.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

Related Posts

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!