
ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફી અને ઇનામ વિતરણ કરાયા !
—————————————-
ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે રમાયેલ ઇન્દુબેન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવેકભાઈ વેલ્ફર ગ્રુપ દ્વારા સતત 11 મુ વર્ષ આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લા અને દમણની શાળા મળી કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટુર્નામેન્ટ માં રમાયેલ ટીમો અંતે ફાઇનલ ટીમ બી.એસ.એન્ડ બી.એફ.વાડીયા હાઇસ્કુલ ફણસા અને સામે ભક્ત શ્રી જલારામ હાઇસ્કુલ નારગોલ ની ટીમ વચ્ચે રમાયેલ

જેમાં બી.એસ.એન્ડ બી.એફ.વાડીયા સ્કૂલ ફણસા જે માં રમાયેલ 11 સીઝન માંથી 7 મી વાર ચેમ્પિયન બની હતી જે અંતર્ગત તા.22 /12 ના રોજ લકી કેમિકલ ના ડાયરેક્ટર તથા ઉમરગામ તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રીમતી આરતીબેન વિવેકભાઈ પટેલના અધ્યક્ષતામાં બી. એમ.એન્ડ બી.એફ.સ્કૂલ ખાતે વિજોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે વિવેકભાઈ વેલ્ફર ગ્રુપના સભ્યોએ હાજર રહી ટીમ ના 15 ખેલાડીઓને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ દરેક ખેલાડીને બે બે હજાર રૂપિયા આપી પ્રોત્સાહિત કરી સન્માન કરવામાં આવ્યા હતા જ્યારે બંને મેચમાં મેન ઓફ ધ મેચ ખેલાડી શુભમ બારીયા અને એક લિંગ મેન ઓફ ધ મેચ બનેલ ખેલાડી હેત કુમાર ટંડેલને ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે શાળા માટે પણ રમત ગમતના સાધનો માટે પણ વિશેષ ફંડ એનાયત કરવામાં આવ્યું હતું અંતે શાળા ના કાર્યક્રમનું સંચાલન વ્યાયામ શિક્ષક શ્રી યોગેશભાઈ મહેર એ કરી હતી વિશેષમાં શાળાના આચાર્યશ્રી યતિનભાઈ સાહ શાળામાં પધારેલ મહાનુભાવો અને વિવેકભાઈ વેલ્ફર ગ્રુપના સભ્યો અને શાળાના પ્રમુખશ્રી અશોકભાઈ ઠાકુર એ શાળાના ખેલાડીઓ અને વિવેકભાઈ ગ્રુપને દરેક મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી !
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ- નરેન્દ્ર શુક્લા
