
વાંસદાની શ્રી પ્રતાપ સ્કૂલમાં સ્પોર્ટ ડે નું આયોજન કરાયું
શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ખાતે સ્પોર્ટ ડે આયોજન શાળાના આચાર્ય જયદીપસિંહ પરમારના માગદર્શન હેઠળ જુદી જુદી રમતો કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં શાળાના પ્રમુખશ્રી મંત્રી શ્રી કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા પ્રમુખશ્રી અને હોદ્દેદારો દ્વારા રમત ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ રમત મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ખેલ દિલી ની ભાવના વિકસે અને શરીર ની તંદુરસ્તી સાચવવા નો હતો. શાળા પરિવાર સહિત તમામ વિદ્યાથીઓને શપથ પ્રતિજ્ઞા લેવડાવી હતી .
કબડ્ડી ખોખો રસ્સા ખેંચ ક્રિકેટ દોડ બેડમિન્ટન લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્ય હતું રમતના વિજેતાઓને એક થી બે ક્રમાંકને ટ્રોફી અને બોલપેનથી સન્માનિત કરવામાં આવ્યા આ તમામ રમતો માં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રમત અંતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય જયદીપસિંહ પરમાર, સુપરવાઈઝર તેમજ કાર્યક્રમ અને સ્પર્ધાના કન્વીનરો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
