
રાજ્ય કક્ષાની માસ્ટર ચેમ્પિયનશિપમાં કૃણાલભાઈ પટેલનો ડબલ વિજય — હવે અજમેર ખાતે રમશે નેશનલ
રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોલધરાના વતની તથા સી.આર.સી. વાંદરવેલા સાથે સંકળાયેલા શ્રી કૃણાલભાઈ જે પટેલએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
તેમણે 5 કિમી સ્પીડ વોક તેમજ 200 મીટર દોડ બંને સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી ડબલ વિજય મેળવ્યો છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે કૃણાલભાઈ હવે અજમેર ખાતે યોજાનાર નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે.
આ સિદ્ધિ પર સોલધરા તથા વાંદરવેલા ગામના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શાળાના શિક્ષકો, સહકર્મીઓ તથા રમતગમતપ્રેમીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવી રાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપી છે.
“સફળતા મહેનત, નિયમિતતા અને સંકલ્પનું પ્રતિબિંબ છે — કૃણાલભાઈ તેનું જીવંત ઉદાહરણ છે.”
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
