
જન જાતિય ગૌરવ દિવસ ઉજવણી
સરકારી તાલુકા પુસ્તકાલય વાંસદામાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અન્વયે શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણીમાં શ્રી રમણલાલ ગાયકવાડ આચાર્ય આદર્શ નિવાસી શાળા વાંસદા, શ્રી મનીષભાઈ પટેલ તિજોરી અધિકારી વાંસદા, તથા શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી એડવોકેટ એન્ડ નોટરી વાંસદા ઉપસ્થિત રહ્યા હતા.


મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. શ્રી ગાયકવાડ સાહેબશ્રી એ શ્રી બિરસા મુંડા વિશે સવિસ્તાર માહિતી આપી હતી, તેમનું જીવન તેમજ તેમના આદિવાસી ચળવળના માટે કરેલ કાર્યની માહિતી સભામાં વાચકોને આપેલા હતી. શ્રી પટેલ સાહેબે વાચકોને તમે શું બનવા માંગો છો, તમારા જીવનમાં શ્રી બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું તથા સમાજનું ગૌરવ લઈ શકે તેવું કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી. શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી સાહેબે ગ્રંથાલયનો ઉપયોગ કરવા માટે જણાવેલ હતું અને ગ્રંથાલય દ્વારા કરેલ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.
પ્રવચનની સાથે પુસ્તક પ્રદર્શન રાખવામાં આવેલ હતું.
જેમાં શ્રી બિરસા મુંડાના પુસ્તકો, મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર પટેલ તેમજ મોહન વિભૂતિ ના જીવનચરિત્ર, બાળસાહિત્ય, આઝાદીને લગતા પુસ્તકો પ્રદર્શનમાં રાખવામાં આવેલ હતા. પુસ્તક પ્રદર્શન દિન ૩ માટે રાખવામાં આવેલ છે .
મહેમાનોના સ્વાગત તેમજ આભાર વિધિ શ્રી પ્રકાશ પટેલ સરકારી તાલુકા પુસ્તકાલય, વાંસદા દ્વારા કરવામાં આવેલ હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
