
વાંસદામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે
વાંસદા ગાંધી મેદાન ખાતે તા. ૧૫ નવેમ્બર ના રોજ બપોરે ૧૨ કલાકે બિરસા મુંડાજીની આ ઐતિહાસિક ઉજવણી નો ભવ્ય જાહેર કાર્યક્રમ નું આયોજન
— — —
વાંસદા નો મુખ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષસ્થાને યોજાશે
— — —
ભારતીય આદિવાસી સમાજના મહાન યોદ્ધા, સ્વાતંત્ર્ય સેનાની, જનનાયક અને આદિવાસી ગૌરવના અખંડ પ્રેરણાસ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે, ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતભરમાં આદિવાસી ગૌરવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. એ જ અનુસંધાને વાંસદાના ગાંધી મેદાન ખાતે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે ભવ્ય જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્ય ના મંત્રી કમલેશ ભાઈ પટેલ અને લોકલાડીલા પ્રજાવત્સલ સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાત રાજ્યના આદરણીય મંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ, બલિદાન અને સ્વાતંત્ર્ય માટેના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડવામાં આવશે. સાથે જ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, લોક પરંપરા અને જીવન મૂલ્યોને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ યોજાશે.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને પુષ્પાંજલિથી થશે, જેમાં ભગવાન બિરસા મુંડાજીના ચિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો અને સંઘર્ષને સ્મરણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય, ગીત અને લોકકલા પ્રસ્તુતિઓથી સૌને મંત્રમુગ્ધ કરવામાં આવશે.
મનોરંજનના ભાગરૂપે લોકપ્રિય ડી.જે. રોકી સ્ટાર દ્વારા જીવંત સંગીત અને વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જે કાર્યક્રમમાં ઉમંગ અને ઉત્સાહનો રંગ ભરી દેશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે આશરે ૩:૦૦ થી ૩:૩૦ વાગ્યાની આસપાસ ભગવાન બિરસા મુંડાજીના માનમાં ભવ્ય બિરસા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ યાત્રા ગાંધી મેદાનથી હનુમાનબારી સર્કલ સુધી પહોંચશે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાનો અને સમાજના આગેવાનો જોડાશે.
આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આદિવાસી સમાજના આત્મગૌરવ, સ્વાભિમાન અને એકતાનું પ્રતીક છે. ભગવાન બિરસા મુંડાજીના સંદેશ — “જલ, જંગલ, જમીન આપણા છે” — ને સમર્પિત આ અવસર પર સમાજના દરેક વ્યક્તિએ તેમની લડત અને આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાનો છે.
ઉલ્લેખનીય છે કે આ જ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા દેડિયાપાડા ખાતે પણ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની રાષ્ટ્રીય સ્તરે ભવ્ય ઉજવણી યોજાવાની છે.
[ સૌ નાગરિકો, યુવાનો, બહેનો અને આદિવાસી ભાઈ-બહેનોને હાર્દિક આહ્વાન છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાજીની આ ઐતિહાસિક ઉજવણીને ભવ્ય સફળતા અર્પે તેવી જનતા ને અપીલ
.– સાંસદ ધવલભાઈ પટેલ ]
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
