બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ઉનાઈ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ઉનાઈ ખાતે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું

બિરસા મુંડાની ૧૫૦મી પાવન જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને પુનર્જીવિત કરવાના ઉમદા હેતુસર તા. ૧૫/૧૧/૨૦૨૫, શનિવારના રોજ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ તીર્થધામ ઉનાઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણો સમાજ, આપણી સંસ્કૃતિ અને આપણો દેશના પાયાના સૂત્ર હેઠળ યોજાઈ રહેલો આ કાર્યક્રમ આદિવાસી અસ્મિતાને જાળવી રાખવા અને યુવા પેઢીને તેમની સમૃદ્ધ પરંપરાથી પરિચિત કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના દેવ-દેવીઓના પૂજન અને દર્શનનો લાભ પણ મળશે.
મુખ્ય આકર્ષણ તરીકે, કાર્યક્રમમાં આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય, ગીતો, અને રંગબેરંગી વેશભૂષાની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. વધુમાં, આદિવાસીઓ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા અને આરોગવામાં આવતા પૌષ્ટિક ભોજન-ખોરાકના સ્ટોલો તેમજ આદિવાસી સમાજની વિશિષ્ટ કલા, કારીગરી અને પરંપરાગત ઉત્પાદનોના પ્રદર્શન માટેના સ્ટોલો પણ ઉપલબ્ધ રહેશે. આ સાથે, સમાજના અગ્રણી વક્તાઓ અને લડવૈયાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો આપવામાં આવશે.
આ આયોજન થકી, આદિવાસી સંસ્કૃતિના વારસાને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના દરેક સભ્યને તેમજ સંસ્કૃતિ પ્રેમી જનતાને આ ઐતિહાસિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારીને પોતાની સંસ્કૃતિને બચાવવાના આ કાર્યમાં સહભાગી થવા માટે આયોજક સમિતિ દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગાંધી મેદાનમાં ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજયકક્ષાના મંત્રી કમલેશ પટેલ તથા સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો.

વાંસદા ગાંધી મેદાનમાં ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી રાજયકક્ષાના મંત્રી કમલેશ પટેલ તથા સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો ગાંધીમેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં…

વાંસદા માં સરકારી તાલુકા પુસ્તકાલય રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અન્વયે શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની જન જાતિય ગૌરવ દિવસ ઉજવણી

જન જાતિય ગૌરવ દિવસ ઉજવણી સરકારી તાલુકા પુસ્તકાલય વાંસદામાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અન્વયે શ્રી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણીમાં શ્રી રમણલાલ ગાયકવાડ આચાર્ય આદર્શ નિવાસી શાળા વાંસદા, શ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!