
બારડોલી તાલુકા કક્ષાની SGFI એથ્લેટીક્સ સ્પર્ધા એન.બી. પટેલ હાઈસ્કૂલ, સરભોણ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ હાઈસ્કૂલના 16 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગૌરવ મેળવ્યું હતું.
દોડ, ફેંક અને કુદ વિભાગમાં કુલ 16 વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી સ્થાન મેળવ્યું.
U 14 કેટેગરીમાં રોહન લુહાર 100 મીટર અને 80 મીટર વિધ્ન દોડ દ્રિતીય , પાર્થ સોલંકી 200 મીટર દોડમાં દ્રિતીય , આયુષ ચૌધરી 400 મીટર દ્રિતીય , હેત ચૌધરી ચક્રફેકમાં પ્રથમ , પ્રિન્સ રાઠોડ 200 મીટર દોડમાં પ્રથમ , રીધમ લુહાર 200 મીટર દોડમાં દ્વિતીય , ઈબ્રાહીમ ઘડીયાળી લાંબીકુદમાં પ્રથમ , હેત પટેલ ચક્રફેંકમાં દ્વિતીય ગોળાફેકમાં તૃતીય , U-19 હેનીલ પટેલ જલદચાલ માં પ્રથમ , કિષ કરારીયા જલદચાલ દ્રિતીય , ચૌધરી આયુષ લંગડીફાળ કુદ માં દ્રિતીય , મિત ભંડારી 200 મીટર દોડમાં તેમજ 110 મીટર વિધ્ન દોડ માં જિલ્લા માં ભાગ લેશે , જીત નાથ 100 મીટર દોડ માં પ્રથમ , ગોળા ફેંક માં દ્રિતીય , મોહિત રાઠોડ 800 મી . દોડ માં તૃતીય પ્રિન્સ રૂવેકર વિધ્ન દોડ જિલ્લામાં ભાગ લેશે . જેમાંથી પ્રથમ તથા દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આ સફળતા પાછળ શાળાના વ્યાયામ શિક્ષકો નરેશભાઈ પટેલ, ચેતનભાઈ પ્રજાપતિ અને કુલદીપસિંહ ચૌધરીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું.શાળા મંડળના ચેરમેન હસમુખભાઈ પટેલ માનદમંત્રી ડો. વ્યોમ વી. પાઠક , શાળાના આચાર્ય ચેતનાબેન જે. અધેરા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય , શાળા પરિવારે ભાગ લેનાર અને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ ઉત્તમ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ આપી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
