
શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ, મહુવાસ નું ૧૦૮ ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ સાથે પ્લેસમેન્ટ MOU કરવામાં આવેલ હતું એ અંતર્ગત આજ રોજ તા. 07/11/2025 શુક્રવાર ના રોજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું.

જેમાં કુલ ૫૦ જેટલા ઉમેદવારો એ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાંથી ૩૧ ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારો માં શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના હાલ પાસ થયેલ ANM ના વિદ્યાર્થીઓ માંથી ૧૩ જેટલા વિદ્યાર્થીઓ ની ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ માટેની પસંદગી કરવામાં આવેલ છે જે બદલ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ કમલેશ સિંહ ઠાકોર સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ અનેએકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો ને ખુબ જ અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. આ બદલ શાળા પરિવાર ખૂબ ગૌરવ ની લાગણી અનુભવે છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
