
વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા શ્રી.એસ.વી.જે.કે.એમ.જી.પી.લહેરીવાડી ( મોચીની વાડી),ઉનાઈ માતા મંદિર ગામ – ઉનાઈ

તાલુકા વાંસદા ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ આયુષ મેળામાં આમંત્રણ ને માન આપી પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
ઉનાઈ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અન સ્વાગત કરવામાં આવ્યું.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું.માનનીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા આયુર્વેદ ઔષધીય વનસ્પતિ નો પ્રચાર પ્રસાર વધુ થાય તેમજ લોકો તેનાથી પરિચિત થાય તેવો અનુરોધ કર્યો તેમજ આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ આયુર્વેદ નો પ્રચાર પ્રચાર થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું.જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા લોકોમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર વધે અને આયુર્વેદ ઔષધિઓ નું જતન થાય તે માટે ગ્રામ જનનોને અપીલ કરી. તેમજ કોરોના કાળમાં આયુર્વેદમાં મહત્વ વિશે જણાવ્યું.તેમજ આયુર્વેદ શાખા માટે હંમેશા સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું.ડૉ.રોહિતભાઈ કંટારીયા હોમીયોપેથી મેડિકલ ઓફિસર વાંસદા દ્વારા આભારવિધિ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.માનનીય.જીલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા મેડમ દ્વારા આયુષ મેળાની મુલાકાત લેવામાં આવી માન જિલ્લા વિકાસ અધિકારી મેડમશ્રી દ્વારા આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે.આયુર્વેદ અને પોષણયુક્ત આહાર નું મહત્વ વિશે જણાવ્યું અને કુપોષણ દૂર થાય તેવા પ્રયત્ન કરવા જણાવ્યું. આયુર્વેદની યોગ ચિકિત્સા નો લાભ લોકો લે તેવી અપીલ કરી.તેમજ આયુર્વેદ ચિકિત્સા અને આયુષ શાખાની કામગીરી બિરદાવી.આ આયુષ મેળામાં સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ માધુભાઈ પટેલ, ઉનાઈ ગામનાના સરપંચ શ્રી મનીષભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુમિત્રાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ચંપાબેન કુવર, જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ, તાલુકા વિકાસ અધિકારી વાંસદા પરમાર સાહેબ, મામલતદાર વાંસદા શ્રી મિત મોદી ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે હર્બલ ટી નું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું.આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા યોગાસનોનુ પ્રદર્શન કરવામા આવ્યુ. ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું. આ આયુષ મેળાનો જાહેર જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લીધો .
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
