
વાંસદા તાલુકાના તિલક ગણેશ મંડળ દ્વારા આયોજીત તિલક નવરાત્રી ઉત્સવ નું અનેરૂ આયોજન આ વર્ષ પણ વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વાંસદા નગર ના ખૂણે ખૂણે થી ખલૈયાઓ ગરબા રમવા આવે છે અને આ વર્ષ તિલક ગુપ દ્વારા માતાજી ના ચોકનો ગજબ નો શણગાર કરવામાં આવ્યો છે નવરાત્રી ના અંબે માના 9 દિવસ ના માતાજી ના અલગ અલગ સ્વરૂપો ને મોટા મોટા બેનર દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને દરેક માતાજી ના સ્વરૂપોને તેમના રંગ રૂપ નામો અને શ્લોક દ્વારા વર્ણવ્યા છે.

તિલક ગુપ નો એક માત્ર હેતુ એ છે કે લોકો ગરબા માં નાચ ગાન ની સાથે સાથે અંબે માં ના 9 સ્વરૂપ ને ઓળખે અને સમજે જેમ કે પહલે નોરતે શૈલપુત્રી માતા બીજા નોરતે બહ્યચારિણી માતા ત્રીજે નોરતે ચંદ્રઘંટા માતા ચોથે નોરતે કુષ્માંડા માતા પાંચમા નોરતે સ્કંદમાતા છઠ્ઠા નોરતે કાત્યાયની માતા સાતમે નોરતે કાલરાત્રિ માતા આઠમા નોરતે મહાગૌરી માતા અને નવમે નોરતે સિદ્ધિદાત્રી માતા દર્શાવવામાં આવ્યા છે
જેમાં દરેક માતાજી નું અલગ મહત્વ અને દંતકથા છે તિલક ગુપ નું 11 માં વર્ષ ની ઉજવણી નું રલોગન દેશભક્તિ ધર્મ જાગૃતિ અને લોકો સેવા પૈકી સાચા અર્થમાં ધર્મ જાગૃતિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
