
બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલમાં 10મો આયુર્વેદ દિવસ ઉજવાયો
બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ હાઈસ્કૂલમાં ગુજરાત સરકારના આયુષ મંત્રાલય તથા ડિવાઇન લાઈફ કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 10મા આયુર્વેદ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના હોલમાં આયુર્વેદ પરિચય, ચિત્ર સ્પર્ધા તથા રેપિડ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત શ્લોક પઠન સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે. અધેરા દ્વારા આવકાર પ્રવચન તથા સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડો. રાજેશભાઈ અધ્વર્યું અને ડો. તારકભાઈ અધ્વર્યુંએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું અને આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડ્યો.ચિત્ર સ્પર્ધાના 1થી 5 વિજેતાઓને પ્રમાણપત્ર, પુસ્તક અને પેન આપી સન્માનિત કરાયા. તેમજ રેપિડ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પણ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે બોલપેન આપવામાં આવ્યું.
કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. આયુર્વેદ દિવસનું આયોજન સફળ બનાવવા શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ સહયોગ આપ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
