
ચૌધરી હેત રાજ્યકક્ષાએ સુરત ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને શાળાને ગૌરવ અપાવ્યો.
અંડર 14 કેટેગરીમાં ચૌધરી હેત ચક્રકેંકમાં પ્રથમ, ઘડિયાળી ઇબ્રાહીમ લાંબી કૂદમાં દ્રિતીય રાઠોડ પ્રિન્સ 200 મીટરમાં તૃતીય, પટેલ હેત ચક્રકેંકમાં તૃતીય, ભંડારી ધુવિશ વિધ્ન દોડમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો. અંડર 19 કેટેગરીમાં નાથ જીત 100 મીટર દોડમાં તૃતીય ક્રમ મેળવ્યા. શાળાના આચાર્ય ચેતનાબેન જે અધેરા, મેનેજમેન્ટ ચેરમેન હસમુખભાઈ પટેલ , માનદમંત્રી ડૉ. વ્યોમ પાઠક, અંગ્રેજી માધ્યમ ના આચાર્ય ડૉ. રૂમિતભાઈ શાહ, પ્રાથમિક વિભાગના આચાર્ય સુમન ભાઈ મિસ્ત્રી, શાળા મેનેજમેન્ટ ના સભ્યો અને પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષક પટેલ નરેશભાઈ, પ્રજાપતિ ચેતનભાઈ અને ચૌધરી કુલદીપસિંહની સફળતાને પણ અભિનંદન આપવામાં આવ્યું. અન્ડર 14 કેટેગરીમાં ચૌધરી હેત ચક્રકેંક આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ સુરત ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
