
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વાંસદા તાલુકા દ્વારા બી. એલ. ઓ. મુક્તિ બાબતે વાંસદા તાલુકામાં કરેલા 204 ઓર્ડરોમાંથી 179 ઓર્ડર ફક્ત પ્રાથમિક શિક્ષકોનાં કરવામાં આવેલ છે. જેને રદ કરવા બાબતે મામલતદાર શ્રી વાંસદાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જેમાં blo ની કામગીરી બાબતે શિક્ષકોને પડતી તકલીફો બાબતે કહેવામાં આવ્યું અને એમાં શિક્ષક સિવાયની 13 કેડરોને સરખા ભાગે કામગીરી સોંપવામાં આવે, મહિલા શિક્ષકોને નાના બાળકો હોવાથી પડતી તકલીફો, નિવૃત્તિના આરે આવેલા શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવા, વતનમાંથી બદલી થઈ ગયેલા શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવા, મુખ્ય શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવા, સીધા વોટ્સ એપના માધ્યમથી ઓર્ડર આપવા અને મિટીંગમાં બોલાવવા જે યોગ્ય નથી, સાંજના શાળા છૂટ્યા પછી બોલાવવા તેમજ ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન વિભાગના વડાને જાણ કર્યા વિના બોલાવવા, blo ને આપવામાં આવતી તમામ કામગીરી શિક્ષણ વિભાગના તાલુકા કે જિલ્લાના વડા દ્વારા આપવામાં આવે તેવી રજૂઆત કરી, ઘણા મિત્રોએ 3 વર્ષ કરતા વધારે સમય સુધી blo ની કામગીરી કરી છે તેના ઓર્ડર તાત્કાલિક ધોરણે રદ કરવા, જેને શારીરિક તેમજ માનસિક સમસ્યા છે તેમના ઓર્ડર કેન્સલ કરવા આવી બધી બાબતોને આવરી લઈ લેટર પેડ દ્વારા રજૂઆત કરવામાં આવી.
આ તબક્કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ માહલા, ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ, પ્રચારમંત્રી મહેશભાઈ પટેલ, ખજાનચી અનિલભાઈ પટેલ તેમજ વાંસદા તાલુકાના અધ્યક્ષ પ્રીતેશભાઈ પટેલ, મહામંત્રી વિમલસિંહ સોલંકી, ખજાનચી જનકભાઈ પટેલ, પ્રદીપભાઈ, અંકિતભાઈ દ્વારા મામલતદાર ને રજૂઆત કરી.
આ પ્રસંગે વાંસદા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદેદારો તેમજ blo તેમજ blo સિવાયના અન્ય શિક્ષક મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. સદર રજૂઆત બાબતે મામલતદારે જણાવ્યું હતું કે blo ની આપેલ અરજીમાંથી જે શિક્ષકોના કારનો વ્યાજબી અને યોગ્ય હશે તેવા શક્ય એટલા શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવા જણાવેલ.
blo મુક્તિ શા માટે?? અને તેમાં શું શું તકલીફો પડે છે અને તમારી માગણી શું છે તેવા પ્રશ્નોના જવાબો જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ માહલા વાંસદા તાલુકાના મહામંત્રી વિમલસિંહ સોલંકી , વાંસદા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી આશાબેન તેમજ એક જે ચાલી શકે એવી પરિસ્થિતિમાં ના હતા તેવા સિનિયર શિક્ષકો પાસેથી નિવેદન લીધેલા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા
મીડિયા મારફતે તેમજ રૂબરૂ blo મુક્તિ બાબતે ધારદાર અને ઉગ્ર લડત આપવામાં આવેલી. જો આ બાબતે ટૂંક સમયમાં પરિણામ નહિ મળે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય ટીમ સાથે ચર્ચા વિચારણા કરી ઉગ્ર લડત આપવામાં આવશે તેવી ચિમકી આપવા માં આવી હતી
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
