વલસાડ વાવ ફળિયા ખાતે બ્લડ શિબિર માં 80 જેટલાં રક્તદાતા ઓ એ રક્તદાન કર્યું
વલસાડ શહેરી વિસ્તારમાં આવતા વાવ ફળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ વાવ ફળિયા યુવક મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં 80 થી વધુ દાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ ડોનેશનમાં દાતા તરીકે જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ ચીખલી, બાબુભાઈ પટેલ સર્વોદય તિમ્બર, જીનેશ ભાઈ આશાબેન કલર, નાઈટ્રેકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , રાજકુમાર આર.કે ટ્રેડર્સ ,રિકી ભાઈ ઉમા વે બ્રિજ, રામાભાઇ સબ્જીવાલા ગુંદલાવ વગેરે લોકો એ કેમ્પમાં આર્થિક સહયોગ કરેલ હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ ફળિયા યુવક મિત્ર મંડળના તમામ યોદ્ધાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડીચોટી નો જોર લગાવ્યો હતો.
આ કાર્યક્રમમાં નિર્મલ પટેલ ,શરદ નગરાલે,પીનલ નાયકા ,ભાવેશ પટેલ હિરેન પટેલ વિમલ પટેલ, નવીનભાઈ પટેલ મયુર રાઠોડ ,વિકી પટેલ મુકેશભાઈ રાઠોડ વગેરે નવયુવાનો એ આયોજન માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમના આયોજન રવિ મહાકાલ (માંનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત ના સેકર્ટ્રી) ના માર્ગદર્શન હેઠળ થયો હતો.. રવિ મહાકાલ ના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અસ્ત્રી (આયરન)તેમજ આકર્ષક ટીશર્ટ ભેટ આપવામાં આવી હતી…
વધુમાં આજના બ્લડ ડોનેશન કેમ્પમાં 50થી વધુ પ્રથમ વખત બ્લડ ડોનેશન કરવા વાળા નવયુવાનો પણ મળ્યા હતા ,જેથી બ્લડ બેન્કના પણ અધિકારીઓ આ સંદર્ભે વિશેષ ખુશી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતમાં બ્લડ બેન્ક તેમજ તમામ રક્તદાતાઓ અને કાર્યકરમ માં સહકાર આપનાર તમામ લોકો નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો…..
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
