
કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કુલ 1000 લાભાર્થીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભારત સેવાશ્રમ સંઘ સુરતના સ્વામી અબ્રિશાનંદજી મહારાજ, ગંગપુર સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ, વાંસદા પોલીસ સ્ટેશનના P.S.I. મેહુલ ગામિત તથા જીલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના હરપાલ શાસ્ત્રીજી, નારાયણ ગંગવાણીજી, નંદકિશોરજી, રાહુલભાઈ ગંગવાણીજી તથા તેમનો પરિવાર અને સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આદિવાસી નૃત્ય, વાદ્ય અને પરંપરાગત વેશભૂષા સાથે ગામના સરપંચ કરશનભાઈના નિવાસસ્થાનથી શોભાયાત્રા દ્વારા કરવામાં આવી હતી. શોભાયાત્રા બાદ મહેમાનોનું સ્વાગત મંચ ઉપર પુષ્પગુચ્છ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 1500 લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંસ્થાના પ્રોજેક્ટ ડિરેક્ટર નિમિષ વ્યાસ, કેમ્પસ ડિરેક્ટર ભાવેશ પટેલ, રાજુભાઈ પટેલ, શાળા ડિરેક્ટર કિશોર પટેલ, માધ્યમિક શાળાના આચાર્ય મણિલાલ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રોજેક્ટ ડિરેક્ટર નિમિષ વ્યાસ તથા સંસ્થા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ટ્વિંકલભાઈ અને કલ્પેશભાઈએ સફળતાપૂર્વક નિભાવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
