
ગુજરાત ટીમે 9 માસ થી વિખુટા પડેલા માં દીકરી નું સુખદ મીલાપ કરાવ્યો


વલસાડ, નવસારી થી અમદાવાદ ધોળકા તાલુકા ના કોઠ પોલીસ ચોકી માં પી.આઈ.ગોહિલ ના સહયોગ સાથે માનવઅધિકાર સુરક્ષા સંગઠન ની ગુજરાત ટીમે 9 માસ થી વિખુટા પડેલા માં દીકરી નું સુખદ મિલન કરાવ્યુ.
ધ્રુવી નામની દીકરી અમદાવાદ ખાતે એમેઝોન કંપની માં નોકરી અર્થે રહતી હતી. ત્યાં કોટ ટપરપરા તા. ધોળકા ના રહેવાસી દલસુખ દશરથભાઈ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ છેલ્લા 8 માસ થી દીકરી ની સાથે મુલાકાત કે ટેલિફોનિક વાત ના થતા વાંસદા તાલુકા ના માતા મીનાબેન પટેલ વાંદરવેલા ગામ ના રહેવાસી જેમણે નવસારી જિલ્લા ના પોલીસ વડા તેમજ નજીક ના પોલીસ ચોકી માં 4 માસ અગાઉ અરજી આપી હતી. આ બાબતે કે મારી દીકરી સહી સલામત છે કે નથી. મારી દીકરી સાથે વાત નથી કે નથી મુલાકાત કરવા દેતાં ની લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા મીનાબેન પટેલે માનવ અધિકાર સુરક્ષા સંગઠન ને ન્યાય માટે રજૂઆત કરી હતી. માતાની ફરિયાદ બાદ મિશન બનાવી રૂબરૂ સ્થળ પર જઈ સુખદ અંત લાવી માતા ને સંતોષ કારક ન્યાય અપાવ્યો.
: માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમની મિશન મિલન અંતર્ગત અમદાવાદના ધોળકા તાલુકા ના કોઠ ગામ ના ટપરપરા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં આશરે 400 કિલોમીટર દૂર જઈ જે માતા દીકરી નો મિલાપ કરાવ્યો. અને સાચી હકીકત જાણવા મળી કે દીકરી પોતાની ઈચ્છા મુજબ કોર્ટ લગ્ન કરી ખુશી થી રહે છે. અને પોતાના પતિ સાથે છુટા કરવા ના ડર થી માતા સાથે મુલાકાત કે ફોન પર વાત ના કરતી અને માતા ના ગુસ્સાની નારાજગી નું કારણ જાણવા મળ્યું પરંતુ દીકરી ને સમજાવતા આવવા જવાના સંબંધ રહશે તેવી સમજ આપતાં બન્ને પક્ષે સમાધાન કરી માતા દીકરી નું મેળાપ માં કોઠ ના પી આઈ ગોહિલે પુરી હકીકત જાણ્યા બાદ આ કેશ માં દીકરી અને માતા મિલન ના સફળ પ્રયત્ન કર્યા હતા. મોટો સહકાર આપ્યો હતો.આ સંદર્ભે ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ શ્રી ચેતનાબેન ઉમરગામના પ્રેસિડેન્ટ શ્રી ભાવીનાબેન કામડી, ગુજરાત સ્ટેટ સેક્રેટરી રવિભાઈ મહાકાલ, નવસારી જિલ્લા પ્રેસિડેન્ટ શ્રી હરનીશભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય પી.આર.ઓ શ્રી અમિતભાઈ મૈસુરિયા એ જે પોતાના પરિવારમાંથી વ્યસ્તતા બાદ પણ સમય કાઢી આ દીકરીને ન્યાય આપવા માટે નિસ્વાર્થ અને નિશુલ્કભાવે જે પોતાનો સમય નો બલિદાન આપ્યું અને ન્યાય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
માનવ અધિકાર સુરક્ષા સંગઠન ની ટીમે પી આઈ ગોહિલ નું સન્માન કરી આભાર માન્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
