વાંસદા ડાંગ તાલુકામાં રસ્તાના સમારકામમાં ડામર પેચવર્ક અને જંગલ કટીંગની કામગીરી ચાલુ.

વાંસદા -ડાંગ
વાંસદા તાલુકામાં રસ્તાના સમારકામમાં ડામર પેચવર્ક અને જંગલ કટીંગની કામગીરી અવિરત
વાંસદા માર્ગ મકાન પંચાયત કચેરી દ્વારા વાંસદાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવા છતાં પણ વરસાદ ન આવતો હોય એવા વિસ્તારમાં ખાડાઓમાં ઝડપી જંગલ કટિંગ તથા ડામરનો પેચવર્ક કાર્ય કરાયું. વાંસદા માર્ગ મકાન પંચાયત કચેરી દ્વારા વરસાદી ખાડાઓમાં ઝડપી જંગલ કટિંગ તથા ડામરનો પેચ વર્ક કાર્ય કરાતાં ગામડાઓ તથા શહેરમાં રહેતા અને અપડાઉન કરતા લોકોમાં ખુશીનો માહોલ.
વાંસદા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદને લઈ રસ્તાઓ ઉપર ખાડાઓ પડી જતા માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે વિવિધ ગામોમાં ડામરનો પેચ વર્ક અને કોક્રિટના પેચ વર્કની કામગીરી શરૂ કરતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ દૂર થતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. આ ઉપરાંત રસ્તાની બંને તરફ ઊગી નીકળેલા કે વધી ગયેલા ઝાડી- ઝાંખરા દૂર કરવાની કામગીરી પણ ઝડપથી આદરવામાં આવી હતી. વાંસદા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ખાડાઓ થઈ ગયા હતા અને કેટલાંક ઠેકાણે રસ્તો ધોવાયો હતો, જેને લઈ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા. જેથી માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર હરકતમાં આવી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું હતું જેમાં પ્રતાપનગર, ચાંપલધરા, દુબળ ફળીયા, કંડોલપાડા, મોટીભમતી, ઝરી, પીપલખેડ, અંકલાછ સહિત તાલુકાના અન્ય ગામના રસ્તાઓ ઉપર ડામર પેચ તથા કોક્રિટ પેચ વર્કની કામગીરી ઇતિહાસમાં પહેલીવાર પૂરજોશમાં ઝડપી શરૂ કરતા વાંસદા તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

【BOX】【●જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ વાંસદા હસ્તકના નીચે મુજબના રસ્તા પર પેચવર્ક શરૂ છે.
પ્રતાપનગર ચાપલધરા રોડ, દુબળ ફળીયા એપ્રોચ રોડ જોઈનીંગ કંડોલપાડા લીમઝર રોડ, મોટીભમતી ગોધાબારી સરા રોડ, ઝરી પ્રતાપનગર રોડ, પીપલખેડ ખોરી ફળીયા રોડ, પીપલખેડ કન્યા છાત્રાલયથી માંડવખડક રોડ, અંકલાછ વાંઝરવાડીથી લાકડબારી રોડ

●જંગલ કટીંગની કામગીરી આ રસ્તાઓ પર ચાલી રહી છે.
મોટીભમતી ગોધાબારી સરા રોડ, સિણધઇ ચઢાવ રોડ, દોલધા કેશવગીરી ફળીયા ગણેશ ફળીયાથી કંબોયા ચાર રસ્તા જોઈનીંગ રોડ, બારતાડ મુખ્ય રસ્તાથી ચરવી જોઈનીંગ રોડ, લાખાવાડી ચાપલધરા મીંઢોલ ફળીયા રોડ】

【 ચોમાસાના ભારે વરસાદમાં અમારે ત્યાંના રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે શાળા કે કોલેજએ જતા વિદ્યાર્થીઓ, અપડાઉન કરતા નોકરિયાતો, અને પશુપાલકો જેવા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, એમાં વરસાદથી પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો પણ ભય હતો, પરંતુ આ રસ્તાઓ ઉપર ડામર પેચ લગાવી દેવાતાં લોકોને રાહત મળી છે

-કમલેશભાઈ રમણભાઈ પટેલ, લાખાવાડી 】

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તા. 19/12/2025 ના રોજ બપોરે 2:00 કલાકે મિટિંગ માં વાંસદા કોર્ટ બાર એસોસીશન ના…

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો. તાલુકા કાનુની સેવા સમિતિ, વાંસદા ના ઉપક્રમે અંખડ ભારતના રાષ્ટ્રીય પર્વ – ” Constitution Day of India ”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!