
વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો.
તાલુકા કાનુની સેવા સમિતિ, વાંસદા ના ઉપક્રમે અંખડ ભારતના રાષ્ટ્રીય પર્વ – ” Constitution Day of India ” – ભારત સંવિધાન દિન ની ઉજવણી તા. ૨૬મી નવેમ્બર ૨૦૨૫ ને બુધવારનાં રોજ સવારનાં ૧૦-૧૫ કલાકે તાલુકા ન્યાયાલય, વાંસદા ખાતે કરવામાં આવી હતી

તેમાં ભારતના સંવિધાનના આમુખનું વાંચન કરી દુનિયાની સૌથી મોટી લોકશાહીના બંધારણના લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાના અંગેના સંકલ્પ કરવાના કાર્યક્રમ નું તથા સરકારી આયુર્વેદ દવાખાનું, વાંસદાના સંયુકત ઉપક્રમે “આયુર્વેદ ઔષધિ યુકત હર્બલ ટી અને ગીલોય વટીનું” ના વિતરણનો કાર્યક્રમ તાલુકા ન્યાયાલય, વાંસદા ખાતે રાખવામાં આવેલ હતો.

વાંસદા ના ત્રીજા એડી.ડિસ્ટ્રીકટ્ર જજ શ્રી પી.એ.પરમાર સાહેબ, ફેમીલી કોર્ટ વાંસદાના જજ શ્રી એમ.જે.ખાન સાહેબ, પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, તથા તાલુકા કાનૂની સેવા સમિતિ વાંસદાના અધ્યક્ષશ્રી આર.આર.બારીઆ , સરકારી આયુર્વેદ દવાખાનાના મેડીકલ ઓફીસર ડોકટર નયનાબેન આઈ. પટેલ, વાંસદા ના વકિલબાર ના વકીલશ્રીઓ, વાંસદા કોર્ટ સ્ટાફ, વાંસદાના પોલીસ સ્ટાફ તથા પક્ષકારો મોટી સંખ્યામાં હાજરરહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમીત મૈસુરીયા
