

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
તા. 19/12/2025 ના રોજ બપોરે 2:00 કલાકે મિટિંગ માં વાંસદા કોર્ટ બાર એસોસીશન ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી વગેરે હોદ્દેદારો ની નિમણૂંક સર્વાનુમતે કરવામાં આવી જેમાં આગમી વર્ષ 2026 ના વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ એન. પટેલ એડવોકેટ, ઉનાઈ ની સર્વસંમતી થી નિમણૂંક કરવામાં આવી. તેમજ ઉપપ્રમુખ તરીકે 1. સાજીદઅહમદ એ. બાબુલખેર, વાંસદા 2. અંજના એમ. ગાયકવાડ, મહુવાસ તથા મંત્રી તરીકે મહેન્દ્ર બી. માહલા, સતીમાળ અને ખજાનચી તરીકે સુભાષભાઈ બી. પટેલ, વાંસદા નાઓ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
સદર મિટિંગ માં રાજેશભાઈ એન. ગાંધી, રમણભાઈ વી. પટેલ, શ્રી પ્રધ્યુમાનસિંહ સોલંકી, ભરતભાઈ એ. દશોદી, ઠાકોરભાઈ બી. પટેલ તથા પ્રકાશભાઈ વી. કુંવર હાજર રહ્યા અને નવા નિમાયેલા હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
