
શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જપદીપસિંહ પરમાર “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત થયા.
વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ના આચાર્ય જપદીપસિંહ પરમારને રોટરી ક્લબ બારડોલી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ પ્રતિષ્ઠિત “નેશન બિલ્ડર એવોર્ડ” માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ આર.એન.જી.પી.આઈ.ટી. કોલેજ, બારડોલી–નવસારી રોડ, તાજપોરના ઓડિટોરિયમ હોલમાં ભવ્ય રીતે યોજાયો હતો.
રોટરી ક્લબના પ્રમુખ રોટેરિયન નીતેશ શાહ તથા આર.એન.જી.પી.આઈ.ટી.ના ડિરેક્ટર અને રોટરી ક્લબ બારડોલીના આઈ.પી.પી. રોટેરિયન ડૉ. લતેશ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ અવસરે શિક્ષકના સમર્પણ, માર્ગદર્શન અને ભાવિ પેઢીને પ્રેરિત કરવાના અસાધારણ યોગદાનને માન્યતા આપી “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય જપદીપસિંહ પરમારની ઉપસ્થિતિએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. સમગ્ર વાંસદા તાલુકા કેળવણી મંડળના હોદ્દેદારો તથા શાળા પરિવારે તેમને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
