ભીનારની શ્રી સદગુરુ હાઈસ્કૂલના સુવર્ણ જયંતિમાં ભીનારના બે વડીલ આગેવાનું વિશેષ સન્માન

ભીનારની શ્રી સદગુરુ હાઈસ્કૂલના સુવર્ણ જયંતિમાં ભીનારના બે વડીલ આગેવાનું વિશેષ સન્માન

કલ્યાણભાઈ પટેલ અને મોહન ભાઈ પટેલનું વિરોષ સન્માન કરાયું હતું .

શ્રી સદગુરુ હાઈસ્કૂલ, ભીનારના સુવર્ણ જયંતિ મહોત્સવમાં શાળાના પાયાના વિકાસમાં વર્ષો સુધી મહત્વપૂર્ણ યોગદાન આપનાર માજી પ્રમુખ જિલ્લા પંચાયત નવસારી કલ્યાણજીભાઈ બી. પટેલ અને માજી નિવૃત્ત આચાર્ય મોહનભાઈ પી. પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

શાળામાં 50 વર્ષના સમયગાળામાં બંને આગેવાનો દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક, સામાજિક અને માળખાગત વિકાસ માટેની સેવાઓની માન્યતા સ્વરૂપે શાળા મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલના હસ્તે તેમના વિશેષ સન્માનનો શાળાના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં યોજાયો હતો .

શાળાના આચાર્યદિનેશભાઈ જે. પટેલે પણ એમના દીર્ઘ સેવાકાળ, સમર્પણ અને શાળા પ્રગતિ માટેના વખતોવખત ના યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યા.

સુવર્ણ જયંતિના આ અવસર પર બંને આગેવાનો દ્વારા શાળાના વિકાસ માટે આર્થિક અને પ્રેરણાદાયી યોગદાન પણ આપવામાં આવ્યું, જે શાળાના ભાવિ વિકાસમાં સહાયક બનશે.ગામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાકર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે આ સન્માન સમારોહ ગૌરવભર્યો અને ભાવનાત્મક બની રહ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!