વાસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો.

રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો
રંગપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સવારે ધ્વજ વંદનથી કરવામાં આવી હતી, જેમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી ભાર્વીબેન અમૃતભાઈ ગાયકવાડ દ્વારા તિરંગાને વંદન કરવામાં આવ્યું હતું. તેમના હસ્તે ધ્વજ વંદન થતાં સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ગૌરવ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી.

આ અવસરે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ના સંદેશને સાકાર કરતા આ વર્ષે ગામમાં જન્મેલી 7 દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. દીકરીઓના સન્માન કાર્યક્રમને ગ્રામજનો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો હતો.સાંજે શાળાના પટાગણમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે અર્જુનભાઈ કાળુભાઈ માહલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે હેમાબેન દીપકભાઈ ગરાસિયાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે ડો. નિરવ તેમજ શિતાંજલી ફાઉન્ડેશન તરફથી કાંતિભાઈ અને ચિરાગભાઈ, હરિશસિહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના આગેવાનો અને ગામના સરપંચ હેમાબેન પણ ખાસ હાજર રહ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ દેશભક્તિથી ભરપૂર અંદાજે 35 જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટિકા, દેશપ્રેમી સંવાદો તથા સમૂહ રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો હતો. દરેક કૃતિને ઉપસ્થિત દર્શકો તરફથી ઉત્સાહભેર તાળીઓ અને પ્રશંસા મળી હતી.
કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગામના આગેવાનો, વાલીઓ તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સંસ્કાર અને સામાજિક જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો હતો

.TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!