
બ્રહ્માકુમારીજ
કિલ્લા પારડી અને ડુંગરીના અગ્રણીએ નાગરિકોએ બ્રહ્માકુમારીના હેડ ક્વાર્ટર માઉન્ટ આબુમાં રાજયોગ ની ગહન અનુભૂતિ કરી
બ્રહ્માકુમારીના હેડ ક્વાર્ટર માઉન્ટ આબુ ખાતે માન સરોવર કેમ્પસમાં 21 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ સુધી વિશેષ રાજ્યોગ અનુભૂતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી કિલ્લા પારડી અને ડુંગરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અગ્રણી નાગરિકો ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો જેમાં તેઓએ અદભુત આધ્યાત્મિકતા અને મેડીટેશનના માધ્યમથી ગહેરી શાંતિ ની અનુભૂતિ કરી હતી.
આ શિબિર દરમિયાન સંસ્થાના મુખ્ય રાજ્યોગી ટીચર બ્રહ્માકુમારી ઉષાબેન ને મળતા તેઓએ જણાવ્યું હતું કે આપ ભાગ્યશાળી આત્માઓ છો જે પરમાત્મ અવતરણભૂમિ વરદાન ભૂમિમાં પહોંચ્યા છો એ પણ વિશેષ 25 ઓગસ્ટ એટલે કે સંસ્થાના દાદી પ્રકાશ મણીના પુણ્યતિથિ ઉપર .દાદીની 18મી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો મેરેથોન દોડ , બ્લડ ડોનેશન કેમ્પ , સફાઈ કર્મચારીઓ માટે બ્રહ્મા ભોજન અને સ્નેહમિલન જેવા અનેક કાર્યક્રમોનો પણ આપને લાભ મળ્યો છે.
સમગ્ર ભારત ભર માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા વર્લ્ડ રેકોર્ડ બ્લડ યુનિટ એકઠું થયું હતું. તેઓએ સંદેશ આપતા કહ્યું હતું કે સમગ્ર વિશ્વ માટે વર્તમાન સમય પરિવર્તનનો સમય છે ,સ્વર્ણિમ યુગ તરફ જવાનો સમય છે , પરંતુ તેની પહેલા દર્દનાથ વિનાશકારી પરિવર્તન આપણે જોવાના છે અને આ માટે અત્યારથી જીવનમાં સાચી આધ્યાત્મિકતા અપનાવીએ અને જીવનને યોગી જીવન પવિત્ર જીવન બનાવવીએ.
રિપોર્ટ
દિનેશ સોસા
TODAY 9 SANDESH NEWS
