
વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આયોજક તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ આર.પટેલ,રાકેશભાઈ પટેલ ત્થા ગોવિંદભાઈ પટેલે,સપ્તાહ ના અંત સુધી વિશેષ સેવા,આપી હતી..ગ્રામજનો તેમજ,આસપાસ ગામના ભાવિક ભક્તો,અખંડધુન ના સાક્ષીબનવા,ઉમટી પડ્યા હતા..આ અખંડ ધુનમાં નજીક ના ગામની અનેક ભજન મંડળો એ,ઉત્સાહ થી ભાગ લીધો હતો.
