
સોમનાથ પ્રાથમિક શાળા, બીલીમોરાના આચાર્ય શ્રીમતી ગીતાબેન મણીલાલ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી આસુસિંગ ગનુસિંગ લબાના ઉર્ફે પિચીભાઈના અધ્યક્ષ પદે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો.
શ્રીમતી ગીતાબેનના શિક્ષક તરીકેના ૩૪ વર્ષોના કાર્યકાળને યાદ કરતાં વિધાર્થીઓ, સહકર્મીઓ અને એમના પરિવારજનો એ એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બહોળા વિદ્યાર્થીવર્ગ અને વાલીઓએ હાજરી આપી હતી.
દિનેશ સોસા
