
વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.
વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ નો દુરુપયોગ તથા કોંગ્રેસ કાર્યકર દ્વારા ખોટા વિડીયો વાયરલ કરી તાલુકાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ ના આક્ષેપ હોય જેનાથી તાલુકાનું વાતાવરણ બગડતું હોય એ બાબતનું ધ્યાન દોરવા તથા વાંસદા વિધાનસભાના ધારાસભ્યો દ્વારા સિણધઈ મુકામે થયેલ વાવાઝોડાની સરકાર દ્વારા અસરગ્રસ્ત માણસોને સહાય તાત્કાલિક આપવામાં આવેલ તેમ છતાં સરકાર સામે સહાય ન આપવા બાબતની રેલી કાઢી તાલુકા નું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ અને તેમના માણસો દ્વારા ખોટી ઓળખ આપી સ્કેનર દ્વારા લોક સહાયની ઉચાપત કરેલ તે બાબતની ફરિયાદ પણ વાંસદા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અને ઉચાપત કરનાર માણસો જામીન મુક્ત થયા બાદ દાદાગીરી કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ઉશ્કેરણી જનક નિવેદનો કરેલ અને સિણધઈ ગામમાં ગાડી ફેરવી વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરેલ જેના કારણે આખા તાલુકામાં વાતાવરણ બગાડી ભય નો માહોલ ઊભા કરવાનો પ્રયત્ન કરેલ તેવા આક્ષેપો સાથે તેમની વિરુદ્ધ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી તથા પ્રકાશભાઈ આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ તથા ઉપાધ્યક્ષ મહેશભાઈ ગામીત, તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ બાપજીભાઈ ગાયકવાડ, ગણપતભાઈ મહલા, પ્રદ્યુમનસિંહ સોલંકી, વિરલભાઈ વ્યાસ, શિવેન્દ્રસિંહ સોલંકી, માધુભાઈ પટેલ, તરુણભાઈ ગાવીત, રાકેશ શર્મા, કૌશિકભાઈ, વિનુભાઈ, યોગેશભાઈ દેસાઈ ,પરશુભાઈ , સરપંચ ગુલાબભાઈ પટેલ, સરપંચ રાજુભાઈ પટેલ, જય કડીવાલા, કમલ સોલંકી, કનકસિંહ પરમાર, સંજય પટેલ તથા મોટી સંખ્યામાં સરપંચ મિત્રો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
