
ભીનારની સદગુરુ હાઇસ્કૂલનો તાલુકા કક્ષાએ શાળાકીય રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન
કબડ્ડી U-19 ભાઈઓ તેમજ વોલીબોલ -U19 ભાઈઓ બહેનોમાં ચેમ્પિયન
વાંસદા તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ 2025માં ભીનારની સદગુરુ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ પોતાનું આગવું પ્રતિભાશક્તિથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
શાળાના આચાર્ય દિનેશભાઈ જે. પટેલના માર્ગદર્શન હેઠળ શાળા ના વ્યાયમ શિક્ષકો ના સહકારથી શાળાના વિવિધ ખેલાડીઓએ ખો-ખો, કબડ્ડી અને એથલેટિક્સ જેવી રમતોમાં ઉત્કૃષ્ટ રમતો દર્શાવી શાળાને ગૌરવ અપાવ્યું છે
તાલુકા કક્ષાએ કબડ્ડી U-19 ભાઈઓ તેમજ વોલીબોલ U -19 ભાઈઓ અને બહેનોમાં ચેમ્પિયન થયા ખો-ખો સ્પર્ધામાં U- 19 બહેનો દ્વિતીય રહ્યા જ્યારે એથલેટિક્સ ની લાંબી કૂદ અને ઊંચી કૂદ પવાર દીક્ષિત પ્રથમ , ગોળા ફ્રેંકમાં પટેલ કામયાની દ્રિતીય , ગોળાફેંકમાં દિવ્યેશ પટેલ તૃતીય , ચક્રફેંકમાં દિવ્યેશ પટેલ પ્રથમ , મિતલ કુમારી ઊંચીકૂદમાં પ્રથમ , 200 મીટર દોડમાં પટેલ ધ્રુવ તૃતીય ,પટેલ સાવન અંડર 17 ની 800 મીટરની દોડમાં તૃતીય પટેલ રહ્યા હતા ખેલાડીઓએ મેદાનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતુ આ તમામ વિજેતા
વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળાનો ગૌરવ વધ્યો છે અને સમગ્ર વાંસદા તાલુકામાં શાળાની પ્રતિષ્ઠા વધુ ઉંચે આવી છે .
શાળાનું શૈક્ષણિક તેમજ રમત ગમત પ્રવૃત્તિઓમાં સતત ઉત્તમ પ્રદર્શન બદલ ગ્રામજનો તથા વાલીઓમાં આનંદ , ગર્વ અને ઉત્સાહ ની લાગણીનો માહોલ છવાઈ ગયો છે. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શાળા મંડળ અના પ્રમુખ, ઉપપ્રમુખ , મંત્રી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી .
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
