શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા દ્વારા સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઇ

શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા દ્વારા સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઇ

ત્રિદિવસીય મહોત્સવ સાથે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ
વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદામાં આચાર્ય જયદીપસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને સંસ્કૃત શિક્ષકમિત્રોના સહકારથી સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી ત્રિદિવસીય આયોજનબદ્ધ કાર્યક્રમ સાથે કરવામાં આવી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે વાકેફ કરાવવાનો, તેના મહત્વને સમજાવવાનો તેમજ તેને ટકાવી રાખવા પ્રેરિત કરવાનો હતો. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવની શરૂઆત સંસ્કૃત ગૌરવયાત્રા રેલીથી કરવામાં આવી. શાળા મંડળના પ્રમુખશ્રીએ લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું. રેલી દ્વારા સંસ્કૃતની અવિનાશી પરંપરા અને સર્વાંગી મહત્વનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો.

ત્રણ દિવસ દરમ્યાન સંસ્કૃત પાઠન, સંસ્કૃત પુસ્તક પ્રદર્શન, સંસ્કૃત ભાષામાં પ્રાર્થના, ચિત્રકલા, નાટક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા.વિદ્યાર્થીઓએ હર્ષ અને ગૌરવ સાથે સક્રિય ભાગ લીધો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સુપરવાઈઝર તથા સંસ્કૃત શિક્ષકમિત્રોએ આચાર્ય જયદીપસિંહ પરમારના નેતૃત્વ હેઠળ કર્યું. શાળા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કેમ્પસ ડાયરેક્ટર, ટ્રસ્ટીઓ અને સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.

TODAY 9 SANSESH NEWS

અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

વાસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો.

રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો રંગપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!