બારડોલી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં બીએબીએસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

આદર્શ પ્રાથમિક શાળા બાબેન ખાતે બારડોલી તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025 ની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એ.બી.એસ.હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે અધેરાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો .

વક્તૃત્વ,નિબંધ,ચિત્રકલા , લગ્નગીત , ભરતનાટ્યમ ,ભજન, તબલા જેવા વિવિધ સ્પર્ધામાં શાળાના ના કુલ 18 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાને તાલુકા કક્ષાએ ગૌરવ અપાવ્યું છે જેમાં તબલા માં સારંગ પટેલ દ્રિતીય ,ચિત્રકલામાં મિસ્બાહબાનું શેખ દ્રિતીય , ભજનમાં મીતાંશી ભંડારી દ્વિતીય , ભરતનાટ્યમ માં ચેતના પાટીલ તૃતીય, વકતૃત્વ માં વિશ્વા ડબગર તૃતીય રહ્યા . શાળાના શિક્ષક મનીષાબેન ચૌધરી,ચેતન ભાઈ પ્રજાપતિ, રીનાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાની કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા . શાળા મંડળના ચેરમેનશ્રી હસમુખભાઈ એમ.પટેલ, માનદ્ મંત્રી ડો. વ્યોમભાઈ વી.પાઠક,મેનેજમેન્ટ સભ્યો તથા આચાર્ય ચેતનાબેન જે. અધેરાએ વિજેતા નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, ભાગ લેનાર વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને પણ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવ્યા હતા.

TODAY 9 SANSESH NEWS

અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!