
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે શાળાના પ્રણવ સાંસ્કૃતિક ભવન માં રક્ષાબંધન પર્વ તેમજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિધાર્થી મિત્રો દ્વારા રક્ષાબંધન ગીત તેમજ વક્તવ્ય અને આદિવાસી સંસ્કૃતિ ને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા

શાળાની બહેનો દ્વારા વિદ્યાર્થીઓ ને રક્ષા બાંધવામાં આવી હતી તેમજ શાળાના બહેનો એ શાળાના ભાઈઓ ને રક્ષા બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ તેમજ શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ માધ્યમિક શાળાના આચાર્ય મણિલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ તેમજ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ તેમજ તમામ સ્ટાફ તેમજ બી એડ. ના તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બે. એડ. ના તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
