
વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી (વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી.
વૈદિક યજ્ઞ દ્ધારા શાળા પરિવાર દ્ધારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.
ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી(વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી હતી.ત્યારે શાળા પરિવાર ના શૈક્ષણિક સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ગાયત્રી પરિવારના સભ્યો દ્ધારા સવારના સમયે વૈદિક મંત્રોચ્ચાર દ્ધારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.વૈદિક મંત્રો અને યજ્ઞની સાથે સાથે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાની સમજ બાળકોને આપવામાં આવી હતી.જ્યારે બાળકો દ્ધારા યજ્ઞ કુંડ માં આહુતી આપી અને ઉત્તમ શિક્ષણ મેળવવાની અને ભવિષ્યમાં દેશના આદર્શ નાગરિક બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.
જ્યારે વૈદિક યજ્ઞ બાદ શાળાની બાલિકાઓ દ્ધારા શાળાના વિદ્યાર્થીઓને રાખડી રૂપી રક્ષા કવચ બાંધવામાં આવ્યા હતા.જ્યારે ગાયત્રી પરિવારના સભ્યો દ્ધારા મંત્રોચ્ચાર કર્યા હતા.જ્યારે આ વૈદિક રક્ષાબંધન ની ઊજવણી અને વૈદિક યજ્ઞ દ્ધારા વિશ્વ શાંતિની સ્થાપના થાય.જ્યારે વિશ્વમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક બિમારીઓ થી બચાવ થાય એના માટે પ્રાર્થના કરવામાં આવી હતી.જ્યારે બાળકોને હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાઓથી અવગત થઇ અને સંસ્કારોનું સિંચન થાય એ મુખ્ય ઉપદેશ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટી અને આચાર્ય પ્રીતિબા પરમાર અને શાળાના શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
