બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ના પ્રાંગણ માં હરિભક્તો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.

સોમનાથ મહાદેવ મંદિર, બીલીમોરાના પ્રાંગણમાં મો. ચુ. હોલ (ભાઇઓ) અને કોળી સમાજની વાડી(બહેનો)મા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ-વંદના પર્વ યોગી ડીવાઈન સોસાયટી હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્જક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના આશીર્વાદથી અને પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપસ્વામી મહારાજની કૃપાથી હરિભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.આ નિમિત્તે હરિધામ સોખડાથી સંતવર્ય આનંદસ્વરૂપદાસસ્વામીજી, સંતવર્ય વિરલજીવનદાસસ્વામીજી તેમજ બેનોમાં સાધ્વી સૌજન્યબેન, સાધ્વી સમર્થબેન અને સહયોગીબેન પધાર્યા હતા.આ કાર્યક્રમ નિમિત્તે સ્થાનીક કથાકારશ્રી નિલેશબાપુ તેમજ પ્રદેશ પ્રમુખશ્રી ઠાકોરભાઈ વલસાડ, જીતુભાઈ સોલંકી, જીતુભાઈ મિસ્ત્રી, ધીરુભાઈ પટેલ તેમજ ડૉ. સુકેશ ગુપ્તા મંચસ્થ થયા હતા.

આ પર્વમાં આશરે 2000 ભાઈઓ અને 1900 બહેનોએ આત્મીય સભાનો લાભ લઇ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!