વાંસદા ભીનારની સદગુરુ હાઈસ્કૂલ દ્વારા તાલુકાની શાળાકીય રમતોત્સવ નું આયોજન કરાયું.

વાંસદા તાલુકાની શાળાકીય રમતોત્સવનું આયોજન શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારના આચાર્ય દિનેશભાઈ જે પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ફુરેલીયા મેદાન પર યોજાયો .
સિંગાપુર ખાતે યોજાયેલ એટલેટીક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા રણજીત ભોયા અધ્યક્ષતામાં રમતોત્સવ શુભારંભ કરાયો
રણજીતભાઈ ભોયા જેઓએ સિંગાપોરમાં યોજાયેલ એથ્લેટીક્સ ની રમત 110 મીટર હદલ્સ તથા 200 મીટર દોડ સ્પર્ધા ભાગ લઈ બંને ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી આંબાબારી ગામ , વાંસદા તાલુકા , નવસારી જિલ્લા , ગુજરાત રાજ્ય અને દેશ ને ગૌરવ અપાવ્યું છે તેવા રણજીતભાઈ ભોયા શાળાકીય રમતોત્સવમાં ઉપસ્થિત રહી વાંસદા તાલુકાના ખેલાડી વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું . તેમજ શ્રીફળ વધાવીને રમતની શરૂઆત કરાવ્યું હતું . શાળા આચાર્ય દિનેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં રમતોત્સવના કાર્યકમને યાદગાર ગણાવ્યા તેમજ ખેલદિલીથી રમત રમવાની શુભેચ્છા પાઠવ્યા હતા

. બે દિવસીય રમતોત્સવમાં પ્રથમ દિવસે વોલીબોલ અને ખોખોની રમત રમાઈ હતી જેમાં વાંસદા તાલુકાના વિવિધ શાળાઓ માંથી મોટી સંખ્યામાં ખેલાડી વિદ્યાર્થીઓ સાથે શાળા ના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાળાના પંચમિત્રોની ઉપસ્થતિ માં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રથમ દિવસ ની શાળાકીય રમતોત્સવ પૂર્ણ થઈ હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ નું આયોજન ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તેમજ ગામ ના યુવાનો અર્પિત ચિરાગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!