વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે તોરણીયા ડુંગર થી શરૂઆત કરી હવે સફળતા ના શિખરો સર કરશે.

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે
વાંસદા,
વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈ નો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ આબુ પર્વતારોહણ લઈ છેક SPL એડવેન્ચર કોર્સ અરુણાચલ પ્રદેશ (M)-06
૩૧ મે ૨૦૨૬ થી ૦૯ જૂન ૨૦૨૬ દરમિયાન NIMAS દિરાંગ ખાતે યોજાનાર પ્રવતારોહણ માં તિરંગો લહેરાવશે.
વિશેષ Lt.ડૉ.વિજય પટેલ sos જણાવે છે કે અર્પણકુમાર વિનોદભાઈ ચૌધરી આ કોર્સ માં
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઇડ સ્પોર્ટ્સ (NIMAS) દિરાંગ (અરુણાચલ પ્રદેશ) ખાતેનો સ્પેશિયલ એડવેન્ચર કોર્સ એક ટૂંકો અને બહુ-વિષયક કાર્યક્રમ છે (સામાન્ય રીતે ૧૦ થી ૧૪ દિવસનો), જે વ્યક્તિમાં સર્વાઇવલ (જીવંત રહેવાની કળા), સહનશક્તિ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) હેઠળ કાર્યરત આ કોર્સ અનોખી રીતે જમીન, હવા અને પાણીની પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, ઓબ્સ્ટેકલ કોર્સ (અવરોધ પાર કરવા), રિવર રાફ્ટિંગ અને રોક ક્લાઇમ્બિંગ (ખડક ચઢાણ) ને એકસાથે સાંકળે છે.
જમીન: ટ્રેકિંગ, કૃત્રિમ દિવાલ પર ચઢાણ, અને દોરડાના અવરોધો પાર કરવાની તાલીમ.

પાણી: કામેંગ નદીમાં વ્હાઇટ-વોટર રાફ્ટિંગ અને પાણીમાં બચાવ માટેની પ્રાથમિક તાલીમ.

સર્વાઇવલ ટ્રેનિંગ (બચાવ તાલીમ): જંગલ/નિર્જન વિસ્તારમાં જીવિત રહેવાની પ્રાથમિક તાલીમ, તંબુ લગાવવો, અને શિબિર કુશળતા (કેમ્પક્રાફ્ટ).
આમ વિશિષ્ટ સાહસીક તાલીમ પસંદગી માટે પુરાણી પરિવાર, કોલેજના પ્રિન્સિપાલ ડૉ . પી.વી.આચાર્ય સર,NCC ઓફિસર Lt.ડૉ.વિજય પટેલ તથા સારસ્વત સ્ટાફ મિત્રો એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ -અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે નર્મદા.

દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે નર્મદા શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થીઓ અભ્યાસના સાથે સાથે વિશિષ્ટ સાહસીક તાલીમ લેવાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ…

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!