વાંસદા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નવસારી જિલ્લા પોલીસ તથા મહિલા સમિતિની બહેનો દ્વારા “નારી વંદન ઉત્સવ”ની તા.1 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવણી નિમિત્તે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે IQSC અંતર્ગત જ્ઞાનધારા, NSS તથા વુમન્સ ડેવલપમેન્ટ સેલ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા “નારી વંદન ઉત્સવ”ની તા.1 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ ઉજવણી નિમિત્તે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો.

અત્રેની સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમની ઉજવણી કોલેજના આચાર્ય ડો. વાય.જે.મિસ્ત્રી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવી. જેમાં આચાર્ય દ્વારા મહિલાની સુરક્ષા માટે નારી જાગૃતિ માટેનાં યોગ્ય પગલાં, પોતાની સુરક્ષા કઈ રીતે થઈ શકે તે માટેના કેવા પગલાં લઈ શકાય,નારી તું નારાયણી, यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवताः।। સંસ્કૃત શ્લોક ના ઉચ્ચાર દ્વારા કાર્યક્રમ નું ઉદ્બોધન કરી મહિલા સુરક્ષા વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. એ. માહિર સાહેબ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે જુદાં જુદાં કાયદાઓ વિશેની માહિતી આપી. કોન્સ્ટેબલ હેતલબેનએ વર્તમાન સમયમાં નારી જુદાં જુદાં ક્ષેત્રમાં આગળ પડતી રહી છે,એ મહિલાઓ વિશેની ઝલક આપી હતી.મહિલા સુરક્ષા સમિતિ તરફથી આવેલ બીનાબેને સ્ત્રીઓમાં જાગૃત્તા, પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે વિશેની સમજ આપી હતી.

વાંસદા પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ.અનિલભાઈ દ્વારા ઘર હોય કે બહાર,શાળા હોય કે કાર્યસ્થળ, બસ હોય કે ટ્રેન દરેક સ્થળે સ્ત્રીઓએ પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકાય તે વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. નવસારી જિલ્લાના સરકારશ્રી દ્વારા નિયુક્ત વિરલભાઈ વ્યાસ દ્વારા મહિલા સુરક્ષા કાર્યક્રમના વિચારો, નારી સંરક્ષણ તેમજ શિક્ષણ માટે સફળતા મેળવવા સતત મહેનત કેવી રીતે કરી શકાય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું.

એડવોકેટશ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી, પોલીસ સ્ટાફ, મહિલા સમિતિના બહેનો, કોલેજના અધ્યાપકશ્રીઓ તથા 154 વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમની આભાર વિધિ ડો. ચારુલતા ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.સ્નેહલબેન ગાંવિત દ્વારા કરવામાં આવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે…

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સાંસદ ધવલભાઈ પટેલ ના હસ્તે સન્માન.

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સન્માન આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન જાતિ ગૌરવ યાત્રા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!