
જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો
ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે સાથે તેઓ ની સફાઈ કામગીરી થી નગરજનો ને નિરોગી પણ રાખે છે.
આવા કર્મચારીઓનું સન્માન કરવાનું બીડું જેસીઆઇ વાંસદા રોયલ એ ઉપડ્યું અને એમનું સન્માન કરી તેઓને સાહી ભોજન પીરસી જેકેટ તથા સ્વેટર નું વિતરણ કર્યું. પ્રમુખ જેસી એડવોકેટ વિજય પટેલ એ એમના પ્રમુખ વર્ષનો પ્રથમ કાર્યક્રમ એમના માતૃશ્રી ના પુણ્યતિથિ જેવા શુભદિને રાખી સેવાકાર્ય ની ખુબજ સરસ શરૂઆત પાયા ના કર્મચારી ની સેવા થી કરી છે. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ શ્રી જલારામ મંદિર ના પ્રમુખ નટવરલાલ પાંચાલ તથા વાંસદા તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી રાકેશ ભાઈ શર્મા, સરપંચ ગુલાબભાઈ પટેલ, રેડક્રોસ વાંસદા ના મંત્રી પધ્યુમન સોલંકી, મહેશ ભાઈ કુર્મી, રાજુભાઇ મોહિતે, ભીમરાજજી વૈષ્ણવ તથા નગરજનો હાજર રહી આ ઉમદા કાર્ય ને બિરદાવ્યું હતું. અંતે જેસીઆઇ વાંસદા રોયલ ના મંત્રી શ્રી કુલદીપ સુરતી એ આભાર વિધિ કરી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
