
વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે યોજયો .
વાંસદા તાલુકાના શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદાના સાંસ્કૃતિક હોલમાં વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યકમ 2025 યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યું હતું વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વધુને વધુ વિવિધ કૌશલ્ય – સ્કિલના કાર્યથી વાકેફ અને જીવન ઉપયોગી બનાવે તે છે.

જેમકે એગ્રીકલ્ચર ( ખેતી વિષયક ) નું જ્ઞાન ધરાવે અને આધુનિક ખેતી કરતાં થાય, બ્યુટી પાર્લર , ઈલેક્ટ્રિશિયન , અન્ય , અનેક વિવિધ વોકેશનલ અભ્યાસો ચાલે છે . વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યકમમાં RMSA કો.ઓર્ડીનેટર ઈશ્વરભાઈ,ડિસ્ટ્રિક રિસોર્સ પર્સન સ્નેહલભાઈ, ખુશ્બુબેન બ્લોક એ.આર એન્ડ વી.ઇ. મિતેશભાઇ , જીગરભાઈ,કનક્લતાબેન, પ્રિયંકાબેન ,વાંસદા આઈ.ટી.આઈ કિશોરભાઈ પવાર, વિમલભાઈ ચૌધરી જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ડો. દિલીપભાઈ પટેલ અંકુર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નો લાભ લેવા માટે શ્રી જનતા સ્કૂલ ઉનાઈ ,વિદ્યાકિરણ હાઈસ્કૂલ ઉનાઈ , શ્રી સદગુરુ સ્કૂલ ભીનાર શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા સ્કૂલોના 500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ વિદ્યાથીઓ સાથે Already એજ્યુકેશનના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા
વર્તમાનમાં વોકેશનલ અભ્યાસની જરૂરિયાત અને મહત્વને ધ્યાને લઈ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જયદિપસિંહ પરમારે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા ..કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનાં સુપરવાયઝર અને શાળાના તમામ શિક્ષકોના સહકાર મળ્યો હતો . વિદ્યાર્થીઓ માં વોકેશનલ અભ્યાસક્રમ પ્રત્યે વધુ ને વધુ રસ રૂચિ વધે અને વધુ ને વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું શાળા મંડળ ના પ્રમુખ ઉપપ્રમુખ , મંત્રી , કેમ્પસ ડાયરેકટર , તથા ટ્રસ્ટી સભ્યો એ પણ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવ્યા હતા .
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
