
વાંસદાના નવાફળિયામાં ૧૭ વર્ષથી આંગણવાડી -9 નું મકાન નહી હોવાથી બાળકો રઝળવા મજબૂર.બન્યા છે.!
——
૪ વર્ષ પહેલા નવીનીકરણ મકાન માટે સ્થાનિક નેતાઓ ભૂમિપૂજન કરી ગયા બાદ કામગીરી માત્ર કાગળ પર રહી જવા પામી છે.
—- “આખરે સવાલ ઉભો થાય છે કે ભૂમિ પૂજન થયું
તો આંગણવાડી ની ગ્રાન્ટ ક્યાં ગઈ ? કેમ ના બન્યું આંગણવાડી નું મકાન?”
વાંસદાના નવા ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર સુવિધાને નામે મીંડું છે. અહીં ૧૩ જેટલાં બાળકો ભણે છે.પરંતુ તેમને બેસવા માટે ૧૭ વર્ષથી આંગણવાડી નું મકાન જ નથી હાલ વર્કર બહેનના ઘરમાં બાળકો ભણવા મજબૂર છે.
વાલીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના નવા ફળિયામાં આવેલ આંગડવાડીમાં કેન્દ્ર-૯માં ૧૩થી વધુ બાળકો ભણે છે પરંતુ તેને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રૂમ જ નથી છેલ્લા ૧૭ વર્ષથી આ પરીસ્થિતિમાં બાળકો ભણી રહ્યા છે ત્યારે નવા મકાનની માંગ પ્રબળ બનતા ૪ વર્ષ અગાઉ નવા ઓરડાની મંજૂરી મળી ગઈ હોવાનો સંતોષ માની સ્થાનિક નેતાઓ ભૂમિ-પૂજન કરવા પહોંચી ગયા હતા ભૂમિપૂજન બાદ આંગણવાડીના નવા ઓરડાઓની કામગીરી હજી પણ અટવાઈ પડતા હાલ સ્થાનિક નેતાઓ અદ્રશ્ય થઈ જવા પામ્યા છે
આજ સુધી ડોક્યુ નહિ કરતા નવા ઓરડાની કામગીરી હજુ સુધી નવા મકાનની માંગ કાગળ પર રહી જવા પામી છે નવા મકાનનું ખાતમુર્હત થયા બાદ પણ આંગણ વાડીનું મકાન હજુ નહિ બનતા છેલ્લા ૧૭ વર્ષ કરતા વધારે સમયથી બાળકોને રઝળતો અભ્યાસ કરવો પડે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ, અહિયાં આ જ રીતે અભ્યાસમાં મહા મુશ્કેલી પડે છે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવતો નથી અને બાળકો માટે તાત્કાલિક કોઈ સારી વ્યવસ્થા પુરી પાડવા માટે વાલીઓએ અનેક વાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક આંગણવાડી કેન્દ્રના મકાન બાબતે યોગ્ય નિર્ણય લઈ બાળકોના ભવિષ્ય માટે મકાનની કામગીરી સત્વરે પૂરી કરવામાં આવે તેવું આ વિસ્તારના વાલીઓ ઇચ્છી રહ્યાં છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
